રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના 108 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં હાલ ઉનાળામાં વેફરની સીઝનમાં બટેટાની ધૂમ ડિમાન્ડ નીકળી છે અને તેની સામે આવક પણ ડબલ થઇ ગઇ છે. ડીસાથી દરરોજ 40થી 50 ટ્રક બટેટા રાજકોટ યાર્ડમાં ઠલવાઇ રહ્યા છે. વેફર કંપ્નીઓ, નમકીન ઉત્પાદકો તેમજ ગૃહીણીઓ દ્વારા ધૂમ ખરીદી કરવામાં આવી રહી છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના સિનિયર ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે આજે અમાસ નિમિતે હરાજી બંધ છે પરંતુ છેલ્લે શનિવારે બટેટાની 4,00,000 કિલોની આવક સામે પ્રતિ 20 કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર રૂ.350થી 568 સુધી રહ્યો હતો, મતલબ કે પ્રતિ કિલોનો ભાવ રૂ.18થી 28 સુધી રહ્યો હતો.
ઉનાળાની સીઝનમાં ગૃહિણીઓ ઘરમાં વર્ષભર ચાલે તેટલી વેફર બનાવતી હોય હાલ ભારે ડિમાન્ડને કારણે રોજેરોજની આવક જેટલો માલ રોજેરોજ વેંચાઇ જાય છે. શહેરની રિટેઇલ શાક માર્કેટમાં બટેટાના ભાવ મોંઘા હોય તેમજ વેફર બનાવવા મોટો જથ્થો ખરીદવાનો થતો હોય શહેરીજનો બટેટા ખરીદવા માટે યાર્ડ સુધી આવવા લાગ્યા છે.
વેફર બનાવવા માટે બાદશાહ નામથી ઓળખાતા બટેટાની ધૂમ ડિમાન્ડ છે કારણ કે બાદશાહ બટેટાની વેફર ખુબ સારી બને છે. આગામી દિવસોમાં બટેટાની આવક અને ડિમાન્ડ હજુ વધશે તેમ તેમણે ઉમેર્યું હતું.
અમાસ નિમિતે આજે હરાજી સહિતના કામકાજ સંપૂર્ણ બંધ
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગમાં વર્ષોથી પરંપરાગત રીતે અમાસ નિમિત્તે વેપારીઓ, કમિશન એજન્ટ તેમજ મજૂરો સહિત સૌ રજા પાળે છે જેથી હરરાજી સહિતના કામકાજ બંધ રાખવામાં આવે છે, જે મુજબ આજે સોમવતી અમાસ નિમિત્તે કામકાજ સંપૂર્ણ બંધ રહ્યું હતું તેમ યાર્ડના આસિસ્ટન્ટ સેક્રેટરી બી.એચ. સોરઠીયાએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech