compensation,scheme,
ભાવનગર મહાનગરપાલિકા ખાતે હાલમાં ધરવેરાની રીબેટ યોજના શરૂ છે ત્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫ -૨૬ ના એપ્રિલ મહિનામાં જ કુલ રૂ.૧૦૦.૩૭ કરોડની મિલકત વેરો ભરપાઈ થયો છે. ગત વર્ષની સરખામણીએ આવકમાં ૫.૦૭ કરોડનો એપ્રિલ મહિનામાં વધારો થયો છે. આ રીતે હવે કરદાતાઓને ઓફલાઈનને બદલે ઓનલાઈન પ્રથા ઉપર વિશ્વાસ બેસી ગયો છે અને લાઈનમાં ઉભા રહીને વેરો ચુકવવાને બદલે ઓનલાઈન વેરો ભરીને વધુ - રિબેટ મેળવવા પ્રત્યે જાગૃતિ પણ આવી છે.
મિલકત વેરામાં ભાવનગરના કરદાતાઓએ ૧૦% રીબેટ યોજનાનો મહત્તમ લાભ લીધો હતો.
એપ્રિલ મહિનામાં કુલ ૧,૪૬,૮૯૫ કરદાતાઓએ વેરો ભરપાઈ કર્યો છે, જેમાં ૧,૦૦,૪૧૮ કરદાતાઓએ ૭૧.૬૩ કરોડનો ઓનલાઇન વેરો ભરપાઈ કર્યો છે. જ્યારે ૪૬,૪૭૭ કરદાતાએ ૨૮.૭૪ કરોડનો ઓફલાઈન વેરો ભર્યો છે. રિબેટ યોજનાના ઓનલાઈન પેમેન્ટના બે ટકા રિબેટ નો મહત્તમ લોકોએ લાભ મેળવ્યો છે. ઓનલાઈન વેરો ભરનાર કરદાતાઓની સંખ્યા ઓફલાઈન વેરો ભરનાર કરદાતાઓની સંખ્યાના બમણા કરતાં પણ વધારે રહી છે. એપ્રિલ માસમાં જ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની ડિમાન્ડના કુલ ૫૧.૬૧% રિકવરી થઈ હતી.
વર્ષ ૨૦૨૪-૨૫ ૧,૩૭,૨૩૩ કરદાતાઓએ ૯૫.૩૦ કરોડનો જ્યારે વર્ષ ૨૦૨૫-૨૬માં ૧,૪૬,૮૯૫ કરદાતાઓએ ૧૦૦.૩૭ કરોડનો વેરો ભર્યો છે. મે માસમાં પણ રિબેટ યોજના અમલી હોય જે મુજબ મિલકત વેરો ભરપાઈ કરવામાં ૫% તેમજ ઓનલાઈન પેમેન્ટના કિસ્સામાં વધારાના ૨% રિબેટ મળવાપાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુદ્ધવિરામ બાદ ટ્રમ્પે પોસ્ટ કરી લખ્યું કે શું હવે કાશ્મીર અંગે કોઈ ઉકેલ આવી શકે કે નહી?
May 11, 2025 11:03 AMજાણો પાકિસ્તાને સિઝફાયર તોડ્યા પછી દેશના જુદા જુદા રાજ્યોમાં શું સ્થિતિ હતી
May 11, 2025 10:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech