સલાયામાં મોહરમ દરમ્યાન હિન્દુ-મુસ્લિમ એકતાના થાય છે દર્શન

  • July 18, 2024 11:18 AM 

હિન્દુ લોકો આસ્થાભેર કરે છે, ચા-મીઠાઈનું વિતરણ


સલાયામાં હંમેશા હિન્દુ મુસ્લિમ બને સમુદાયના લોકો શાંતિ પૂર્વક અને ભાઈ ચારાથી રહે છે. જેનું ઉદાહરણ મોહરમ માં જોવા મળે છે અહી હિન્દુ પરિવારો પોતાની શ્રદ્ધા અને ભક્તિ મુજબ મોહરમ દરમ્યાન મુસ્લિમ ભાઈઑ માટે કેમ્પનું આયોજન કરે છે જેમાં સરબત, મીઠાઈ, ચા વગેરે આપે છે અને સમગ્ર વિશ્વને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડે છે.


સલાયાના હિન્દુ આગેવાન અને લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ લાલ પરિવાર દ્વારા પણ મોહરમની આસુરાની રાતના મુસ્લિમ ભાઈઓ માટે નીયાઝ એ હુશેન (નિઃશુલ્ક) ચાનું આયોજન કરાઇ છે જેમાં હજારો લોકો આસ્થાભેર ચા પીવે છે અને એક બીજા ભેટી અને મોહરમનાં પવિત્ર દિવસો મનાવે છે.

આ આયોજનમાં મુસ્લિમ ધર્મગુરુ અબુડાડા પણ પધાર્યા હતા અને આં સુંદર કાર્ય બદલ ભરતભાઈ તથા જલારામ સેવા સમિતિના સભ્યોને શુભેચ્છા આપી આશીર્વાદ આપ્યા હતા. આમ સલાયા હિન્દુ મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application