અમરેલી જિલ્લ હાલ સમગ્ર રાયમાં ચર્ચાના ચકડોળે છે ત્યારે જિલ્લ ાના વડિયામાં પીજીવીસીલ દ્રારા બાકી લાઈટબીલની ઉઘરાણી કરતા લોકોએ ઓનલાઇન સેન્ટર પર પીજીવીસીલના નાણાં ભર્યાની ડુપ્લીકેટ રસીદો આપી લાખો પિયા ચાઉં કરી ગયાની ચર્ચાઓ બે દિવસથી અનેક જગ્યાએ સાંભળવા મળી રહી હતી. જે બાબતે પીજીવીસેલમાં આવી ફરિયાદો મળતા તેમના દ્રારા ઓનલાઇન સેન્ટર એવા દેસાઈ કન્સટલ્સી નામની પેઢીના માલિક મયુર દેસાઈએ જણાવ્યા અનુસાર તેમની પેઢીની બીજી શાખા જે યુવા ભાજપના નેતાઓ પ્રતીક હરખાણી અને જીગર સેજપાલના કહેવાથી તેમના નાના ભાઈ જયેશ હરખાણીને ભાડા પટે ચલાવવા આપવાનુ નક્કી થયેલું હતું. જેનો કરાર લેખિત સહમતી કરાઈ તે પહેલા ટૂંકાગાળામાં તેમને આ સેન્ટર પર તારીખ ૬ નવેમ્બરથી કામગીરી શ કરતા પીજીવીસીલના લાઈટ બિલના ૨૫૦ આસપાસ ગ્રાહકોના નાણાં લઇને લાઈટ બિલ ભરપાઈની ડુપ્લીકેટ રસીદો આપી હતી. પીજીવીસીલ દ્રારા આ બાબતે બાકી લાઈટબીલના ગ્રાહકો પાસેથી નાણાં ની ઉઘરાણી કરતા સમગ્ર મામલો દેસાઈ કન્સટલ્સીને જાણમાં આવતા તેમના દ્રારા આ બાબતે લોકોનો સંપર્ક કરતા અનેક લોકો તેનો ભોગ બન્યાનું સામે આવ્યુ હતું.
બિલ ઉપરાંત ઓનલાઇન મની ટ્રાન્સફર બાબતે પણ ઘણા લોકો ભોગ બન્યા અને હાલ ૪.૫ લાખથી ૫ લાખ સુધીના આવા બિલિંગ સામે આવતા જોવા મળ્યા છે અને હજુ લોકો સામે આવી રહ્યા છે ત્યારે આ આંકડો હજુ ઉપર જાય તેવી શકયતા લાગી રહી છે તેવુ તેને જણાવ્યું હતુ. આ બાબતે દેસાઈ કન્સટલ્સીના માલિક દ્રારા વડિયા પોલીસમાં જયેશ પ્રકાશભાઈ હરખાણી સામે ગુનો નોંધવા માટે લેખિતમાં રજુવાત કરવામાં આવી હતી. આ સાથે જિલ્લ ા પોલીસ વડાને પણ લેખિતમાં જાણ કરી છે અને પીજીવીસીએલના તંત્રને પણ આ ડુપ્લીકેટ રસીદ બનાવનાર શખ્સ સામે ગુનો દાખલ કરવા જણાવવામાં આવ્યું છે. આ બાબતે વડિયા પોલીસ દ્રારા પણ તપાસ શ કરવામાં આવી હોય તેવુ જાણવા મળી રહ્યું છે. હાલનું યુવાધન ટૂંકા રસ્તે પૈસા બનાવવાની હોડમાં મસમોટા ડુપ્લીકેટ કૌભાંડો આંચરી રહ્યા છે અને રોજ નવા નવા કૌભાંડો સામે આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech