સસ્તામાં–ઝડપથી ડુપ્લીકેટ નંબર પ્લેટ બનાવી આપવાના કારસ્તાનનો પર્દાફાશ

  • October 01, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર બિગ બજાર પાસે નામની દુકાનમાં એસઓજીની ટીમે દરોડો પાડી અહીંથી આરટીઓ માન્ય જેવી દેખાતી ૧૫૧ નકલી નંબર પ્લેટ કબજે કરી હતી. પોલીસે આ મામલે હાલ આરટીઓને રિપોર્ટ કર્યેા છે અને તેના અભિપ્રાય બાદ આ અંગે ગુનો દાખલ કરવામાં આવશે. આ પ્રકારે શહેરમાં અન્ય ત્રણ શખસો પણ ડુપ્લીકેટ નંબર પ્લેટ વેચતા હોય પોલીસે તેમને દબોચી લેવા તથા આ પ્રકારની નંબર પ્લેટ બનાવી આપનાર સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, એસ.ઓ.જી.પી.આઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ આર.જે. કામળિયા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે બિગ બજાર પાસે આવેલી દુકાનમાં તપાસ કરતા અહીંથી આરટીઓ માન્ય જેવી દેખાતી ૧૫૧ નંબર પ્લેટનો જથ્થો કબજે કર્યેા હતો. પોલીસે દુકાનદાર નીરવ વ સામે જાણવા જોગ દાખલ કરી આ બાબતે આરટીઓને રિપોર્ટ કર્યેા છે અને તેના અભિપ્રાય બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે,કોઈ વાહન ચાલકની નંબર પ્લેટ તૂટી જાય અથવા ખોવાઈ જાય ત્યારે જો આરટીઓના ઓનલાઈન પોર્ટલ મારફત એપ્લિકેશન કરે તો નવી નંબર પ્લેટ મળવામાં ઘણો સમય લાગે છે એટલું જ નહીં આ પ્રક્રિયા ઘણી લાંબી હોય જેનો લાભ લઈ આરટીઓ જેવી જ નકલી નંબર પ્લેટ બનાવવાનું આ શખસે કારસ્તાન શ કયુ હતું. જે નંબર પ્લેટ કબજે થઈ છે તે જુદા–જુદા વાહન ચાલકોના ઓર્ડર મુજબ આપી બનાવી હોવાનું સામે આવ્યું છે નંબર પ્લેટના ફોન્ટ પણ નાના મોટા કરી શકાય છે. જે નંબર પ્લેટ કબજે થઈ છે તે પ્રાથમિક તપાસમાં જ નકલી હોવાનું જણાયું હતું. તેમાં એચએસઆરપીસીની નંબર પ્લેટ માફક નંબર ન હોય આ બાબતે આરટીઓનો અભિપ્રાય લેવાયો છે જેનો અભિપ્રાય આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ,રાજકોટમાં આ પ્રકારે અન્ય ત્રણ જેટલા શખસો પણ નકલી નંબર પ્લેટ બનાવી આપવાનું કારસ્તાન આચરતા હોય પોલીસે તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આવી નંબર પ્લેટ બનાવનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા પણ પોલીસે તપાસનો દોર શ કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News