મોરબીમાં બ્રાન્ડેડ પ્રોડકટના નામે નકલી માલ પધરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રખ્યાત બાબુ લાઈમ (બાબુ ખાવાનો ચુનો) બ્રાન્ડના કોપીરાઈટ લેબલ અને ડિઝાઈનનો દુપયોગ કરી ડુપ્લીકેટ ચુનાનું વેચાણ કરતાવેપારી સહિત બે વ્યકિત સામે મોરબી સીટી એ–ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ શહેરમાં આવેલ ગોંડલ રોડ પર શિવાલીક પાછળ ઉઘોગનગર કોલોનીમાં કવાર્ટર નંબર –૫૧માં રહેતા અને પ્રાઈવેટ નોકરી કરતા યોગેશભાઈ ધિરજલાલ પરમાર (ઈ.વ.૫૧)એ આરોપી અરવિંદભાઈ છગનભાઈ કાસુંન્દ્રા રહે. શ્રીકુંજ સોસાયટી કેનાલ રોડ, એપાર્ટમેન્ટ બ્લોક નંબર –૦૩ મોરબી તથા સુનિલભાઈ વાંકાનેરવાળા વિદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની બાબુ લાઇમ પ્રા.લી જે કોપીરાઈટ રજીસ્ટ્રેશન કોપીરાઇટ રજી નં–એ૧૦૦૦૧૬૨૦૧૩ તા–૦૨૦૫૨૦૧૩થી રજીસ્ટ્રેશન થયેલ છે જેમા કંપનીએ સ્પેશ્યલ ફોડેલો ચુનો કાળા અક્ષરે ગુજરાતીમાં લખેલ છે તથા હિન્દી તથા અંગ્રેજીમાં બાબુ પાર્સલ લખલ છે જે ડિઝાઇન તથા લખાણ વાળા પૈકીંગમાં બાબુ પાર્સલ નામે ચુનાનુ પેકીંગ કરી ઉપરોકત કંપની વેચાણ કરે છે. તે મુજબના આરોપી અરવિંદભાઈ પાસેથી બાબુ પાર્સલના લેબલની કોપી કરેલ ચુનાના પાર્સલ કુલ–૩૮ થેલા એક થે લાની કિ.રૂા. ૩૫૦ કુલ મુદામાલ કિ.રૂ.૧૩,૩૦૦નો મળી આવેલ હોય જે આરોપી સુનિલભાઈ પાસેથી ખરીદ કરેલ હોય જેથી બંને આરોપીઓ વિદ્ધ કોપીરાઇટ અધિનિયમ ૧૯૫૭ની કલમ–૬૩, ૬૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે