રાવકીમાં કારખાનામાંથી જાણીતી ઓઇલ કંપ્નીની ડુપ્લીકેટ બોટલ, સ્ટીકર મળ્યા

  • February 14, 2024 03:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધીકા તાલુકાના રાવકી ગામે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા એસ.જી. પેટ્રોલિયમ નામના કારખાનામાં જાણીતી ઓઇલ કંપ્નીના લાયઝનીંગ અધિકારીએ પોલીસને સાથે રાખી તપાસ કરી હતી. જેમાં અહીંથી જાણીતી ઓઇલ કંપ્નીની ડુપ્લિકેટ બોટલો અને સ્ટીકર મળી આવ્યા હતા. જેથી કારખાનેદાર સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ, અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા નીતિનકુમાર ભીખાભાઈ પટેલ(ઉ.વ 46) દ્વારા લોધિકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં મવડી મેઈન રોડ પર શોભના સોસાયટી 2 માં રહેતા કારખાનેદાર રોહિત મનજીભાઈ પોકર (ઉ.વ 38) નું નામ આપ્યું છે. જેના આધારે પોલીસે આરોપી સામે કોપીરાઇટ એક્ટ 1957 ની કલમ 51,63,65 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કેસ્ટ્રોલ લિમિટેડ કંપ્ની આપેલી સુજાતા ચૌધરી આઇપીએટની કંપ્ની તરફથી મળેલી પાવર ઓફ એટર્નીથી ફ્રીલાઇઝનીંગનું કામ કરે છે. અને કેસ્ટ્રોલે અલગ-અલગ ઓઇલ કંપ્નીઓ સાથે કરાર કયર્િ હોય અને જો કોઈ શખસો કંપ્નીઓના કોપીરાઇટ કરી બિનઅધિકૃત રીતે માલ વેચતા હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે.
દરમિયાન તારીખ 13/2/2024 ના ફરિયાદીને એવી માહિતી મળી હતી કે, રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એસ.જી પેટ્રોલિયમમાં કેસ્ટ્રોલના ડુપ્લિકેટ ઓઇલનું વેચાણ થઈ રહ્યું છે. જેથી કંપ્નીના અધિકારીએ આ બાબતે લોધિકા પોલીસને જાણ કયર્િ બાદ અહીં તપાસ કરતા અહીંથી કેસ્ટ્રોલ લિમિટેડની એક્ટિવ બ્રાન્ડની ડુપ્લિકેટ ખાલી બોટલો તેમજ બોટલ ઉપર લગાડવાના સ્ટીકર મળી કુલ રૂપિયા 6745 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી કારખાનેદાર રોહિત મનજીભાઈ પોકરને ઝડપી લઇ તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.આ અંગે વધુ તપાસ લોધિકા પોલીસ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News