દુલીપ ટ્રોફી 2024 આજથી (05 સપ્ટેમ્બર, ગુરુવાર) શરૂ થઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયા તરફથી રમતા તમામ સ્ટાર ખેલાડીઓ જોવા મળશે. ભારતીય ડોમેસ્ટિક સીઝનની શરૂઆત દુલીપ ટ્રોફીથી થશે. ટુર્નામેન્ટમાં કુલ 4 ટીમો ભાગ લેશે. આ વખતે દુલીપ ટ્રોફી અલગ ફોર્મેટમાં હશે.
અગાઉ ટ્રોફી માટે 6 ઝોનલ ટીમોની પસંદગી કરવામાં આવી હતી પરંતુ આ વખતે ટૂર્નામેન્ટ માટે કુલ 4 ટીમોની પસંદગી કરવામાં આવી છે, જેનું નામ 'A' થી 'D' રાખવામાં આવ્યું છે. ટુર્નામેન્ટની મેચો બેંગલુરુ અને અનંતપુરમાં રમાશે. ટુર્નામેન્ટમાં ટીમ A ની કેપ્ટનશીપ શુભમન ગીલને, ટીમ B ની કેપ્ટનશીપ અભિમન્યુ ઇશ્વરને, ટીમ C ની કપ્તાની રૂતુરાજ ગાયકવાડને અને ટીમ D ની કેપ્ટનશીપ શ્રેયસ ઐયરને આપવામાં આવી છે.
લાઈવ મેચ ક્યાં જોઈ શકશો?
સ્પોર્ટ્સ 18 દ્વારા દુલીપ ટ્રોફીની મેચોનું ટીવી પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય ટૂર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema પર થશે. ચાહકો JioCinema પર ફ્રીમાં મેચનો આનંદ માણી શકશે.
ટુર્નામેન્ટનું શેડ્યુલ
પ્રથમ મેચ- 5-8 સપ્ટેમ્બર 09:30 AM, ઈન્ડિયા A vs ઈન્ડિયા B, ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ, કર્ણાટક
બીજી મેચ- 5-8 સપ્ટેમ્બર સવારે 09:30 કલાકે, ઈન્ડિયા C vs ઇન્ડિયા D, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ, અનંતપુર, આંધ્રપ્રદેશ
ત્રીજી મેચ- 12-15 સપ્ટેમ્બર 09:30 AM, ઈન્ડિયા A vs ઈન્ડિયા D, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ, અનંતપુર, આંધ્રપ્રદેશ
ચોથી મેચ- 12-15 સપ્ટેમ્બર 09:30 AM, ઈન્ડિયા B vs ઈન્ડિયા C, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ B, અનંતપુર, આંધ્રપ્રદેશ
પાંચમી મેચ- 19-22 સપ્ટેમ્બર 09:30 AM, ઈન્ડિયા A vs ઈન્ડિયા C, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ, અનંતપુર, આંધ્રપ્રદેશ
છઠ્ઠી મેચ- 19-22 સપ્ટેમ્બર 09:30 AM, ઈન્ડિયા B vs ઈન્ડિયા D, ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ સ્ટેડિયમ B, અનંતપુર, આંધ્રપ્રદેશ.
દુલીપ ટ્રોફી માટે 4 ટીમ
ઈન્ડિયા A - શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રાયન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસીદ ક્રિષ્ના, ખલીલ અહેમદ, અવેશ ખાન, વિદ્વત કવેરપ્પા , કુમાર કુશાગ્ર, શાસ્વત રાવત.
ઈન્ડિયા B - અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી (ફિટનેસના આધાર પર), વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર. સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીસન.
ઈન્ડિયા C - રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, બી ઈન્દ્રજીત, હૃતિક શૌકીન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિષક વિજયકુમાર, અંશુલ ખંભોજ, હિમાંશુ અરમાન ચૌહાણ, હિમાંશુ ચૌહાણ , સંદીપ વોરિયર.
ઈન્ડિયા D - શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડીક્કલ, ઈશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સરંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કે.એસ. ભરત, સૌરભ કુમાર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech