સતાવિહોણા ભાટીયાના ઇન્ચાર્જ સરપંચ : ગામના વિકાસના કામો ખોરંભે

  • July 12, 2023 10:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામકલ્યાણપુર તાલુકાના મુખ્ય મથક અને ૪૦ ગામના વેપારથી ધમધમતું હાડા જેવડું ભાટીયા ગામ છેલ્લા ચાર માસથી અનેક પ્રકારની ભારે સમસ્યાઓથી ઘેરાયેલું છે. જેનું નિરાકરણ લાવવા પ્રજાજનોમાં તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
ભાટીયાના ચૂંટાયેલા સરપંચને પંચાયત બોડીના અંદરો અંદરના વિવિધ પ્રશ્ર્નોના કારણે સતાપરથી દરુ કરાયા છે અને તેમની જગ્યાએ ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ ઉપરસપંચને સોંપવામાં આવ્યો છે. ઉપસરપંચને સરપંચનો સતા સોંપવામાં આવી છે. પરંતુ વહીવટી સતા સાથે સોપવામાં નહીં આવતા છેલ્લા ચારેક માસથી ભાટીયાના વિવિધ પ્રકારના વિકાસના પ્રશ્ર્નો સ્ટ્રીટલાઇટ, પાણી વિતરણ, રોડ રસ્તાઓ આ ઉપરાંત વહીવટીમાં આવતા તમામ પ્રકારના કામો છેલ્લા ચાર માસથી વહીવટી સતા વગર શોભાના ગાઠીયા સમાન છે. ત્યારે તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ઓ.એ સરપંચને વહીવટી સતા આખી ગામના વિવિધ પ્રશ્ર્નોનું સરપંચ તથા સભ્યો વહેલાસર નિરાકરણ લાવી શકે તે માટે વ્હેલામાં વ્હેલી તકે વહીવટી સતા આપવી અતિ જરુરી બની છે. અત્યારે ભાટીયાની અંદાજે રપ થી ૩૦ હજારની વસ્તી ધરાવતું આ વિકાસશીલ ગામની હાલત છેલ્લા ચાર માસથી એવી છે કે લાઇટ બીલો ભરેલા ન હોવાથી ગામના સ્ટ્રીટલાઇટો બંધ છે અને ગામ લોકો છેલ્લા ચાર માસથી સાંજથી સાવર અંધારપટ્ટમાં રહે છે. સફાઇ કામદારોને સફાઇના પાંચ મહિનાથી પગાર નથી ચૂકવાયો જેથી ગામોમાં ઠેર ઠેર ગંદકી ખદબદી રહી છે.
ગામમાં વાવાઝોડા બાદ ઠેર ઠેર રોડ રસ્તાઓ સહિત અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. આ ઉપરાંત ઘણા બધા પ્રશ્ર્નો ઉભા થયા છે તે પણ થઇ શકતા નથી. રોડ રસ્તાઓ ઠેર ઠેર ખાડા ખડબા ચોમાસામાં પડેલ હોય તેમા મોરમ પાથરવી, લેવલીંગ કરવું વિગેરે કામો પણ ખોરંભે પડેલા છે. ચોમાસુ ચાલુ હોય પાણીના ખાબોચીયા ભરેલા હોય તેનું સમારકામ દવા, છંટકાવ વૃક્ષો ઉપાડવા. ગામનું રમણીય કેશરીયા તળાવ ગામ હાલ ગવંદકી છે. તેની કોઇ સીમા નથી જેથી રોગચાળાની પણ ભારે ભીતી રહે છે. તેમ ઉપસરપંચના પ્રતિનિધિ કે.વી. ચાવડાએ જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application