પડધરીમાં આવેલા બ્રિજની મેન્ટેનન્સ કામગીરીને કારણે રેલ વ્યવહાર ને અસર...
રાજકોટ ડિવિઝનમાં પડધરી ખાતે આવેલા બ્રિજ નંબર 263ની મેન્ટેનન્સ ની કામગીરીને કારણે 7 જૂન થી 9 જૂન, 2024 સુધી રેલ વ્યવહાર ને અસર થશે. અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:
1) 7 જૂન અને 8 જૂન 2024 ના રોજ, ભાવનગરથી ઉપડનારી ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગર થી ઉપડીને સુરેન્દ્રનગર સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2) 8 જૂન અને 9 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાને બદલે સુરેન્દ્રનગર થી શરૂ થશે. આ રીતે આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3) 7 જૂન અને 8 જૂન 2024 ના રોજ, ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ લોકલ ઓખા થી ઉપડીને હાપા સ્ટેશન સુધી જશે. આ રીતે આ ટ્રેન હાપા-રાજકોટ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
4) 7 જૂન અને 8 જૂન, 2024 ના રોજ, ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલ રાજકોટ ને બદલે હાપા સ્ટેશન થી શરૂ થશે. આ રીતે આ ટ્રેન રાજકોટ-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech