સુરેન્દ્રનગરમાં એન્જિનિયરિંગ કામના લીધે કેટલીક ટ્રેનોને અસર, કેટલીક ટ્રેન થશે રદ તો કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર...જાણો સમગ્ર વિગત

  • May 06, 2023 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર યાર્ડમાં એન્જિનિયરિંગ કામના કારરે ૮ મે સોમવારના રોજ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર ૮ મેના રોજ કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે

જેમાં ટ્રેન નં.૦૯૫૭૨ ભાવનગર-સુરેન્દ્રનગર, ટ્રેન નં.૦૮૫૦૩ સુરેન્દ્રનગર-ભાવનગર, ટ્રેન નં.૦૯૩૫૯ બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ, ટ્રેન નં.૯૩૬૦ ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ, ટ્રેન નં.૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઈન્ટરસિટી, ટ્રેન નં.૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઈન્ટરસિટીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત ટ્રેન નં.૦૯૫૩૪ ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેન ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી વઢવાણ સ્ટેશન સુધી દોડશે જયારે ટ્રેન નં.૦૯૫૨૭ સુરેન્દ્રનગર-ભાવનગર ટ્રેન વઢવાણ સિટી સ્ટેશનથી દોડશે આમ આ ટ્રેન વઢવાણથી શરૂ  થઈને ભાવનગર સુધી દોડશે.



એન્જિનિયરિંગ કામના કારણે સુરેન્દ્રનગર સ્ટેશન પર કેટલીક ટ્રેનો મોડી થશે જેમાં તા.૭ના રોજ ટ્રેન નં.૧૨૪૭૬ માતા વૈષ્ણોદેવી કટારા-જામનગર સુપર ફાસ્ટ એકસપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે જયારે તા.૮ના રોજ ટ્રેન નં.૧૧૪૬૫ સોમનાથ-જબલપુર એકસપ્રેસ ૩૦ મિનિટ મોડી થશે તેમજ ટ્રેન નં.૧૯૨૧૮ વેરાવળ-બાન્દ્રા એકસપ્રેસ ૩૦ મિનિટ અને ટ્રેન નં.૨૨૯૪૬ ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ ૫૦ મિનિટ મોડી થશે આ ઉપરાંત ટ્રેન નં.૨૨૯૫૯ વડોદરા-જામનગર ઈન્ટરસિટી એકસપ્રેસ ૪૦ મિનિટ તથા ૦૯૫૭૫ રાજકોટ-મહબુબનગર એકસપ્રેસ ૩૦ મિનિટ મોડી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application