નર્મદા જિલ્લામાં ગુજરાતને શરમજનક સ્થિતિમાં મૂકી તેવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગામડાના ખરાબ રસ્તાના અભાવે 108 ન પહોંચી ન શકતાં પ્રસૂતાને ઝોળી નાખીને લઈ જવા ગામલોકો મજબૂર બન્યા હતા. જો કે, સ્થિતિ વધુ ગંભીર થતાં રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરાવવી પડી હતી. આમ માતાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો હતો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે.
નર્મદાના ગરુડેશ્વર તાલુકાના ચાપાટ ગામના નરેશભાઈ ખેતિયાભાઈ વસાવાની ગર્ભવતી પત્ની પાયલબેનને રાત્રિ દરમિયાન પ્રસૂતી પીડા ઉપડી હતી. ત્યારે આ ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ ન હોય, પરિવાર દ્વારા ગર્ભવતી મહિલાને સાડીની ઝોળી બનાવી હોસ્પિટલ લઈ જવાઈ રહ્યા હતા. પણ, જંગલના રસ્તામાં જતાં જતાં પ્રસુતી પીડા વધી જતાં તેમની ત્યાં જંગલમાં જ ડિલિવરી કરવામાં આવી હતી.
ચાપટ ગામના ત્રણ ફળિયામાં અંદાજિત 300થી વધુ વસ્તી છે. અંતરિયાળ જંગલ વિસ્તારના આ ગામમાંથી મુખ્ય રસ્તા પર આવવા માટે 10 કિલોમીટરનો રસ્તો બનાવવો જરૂરી છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છતાં આ ગામની વાસ્તવિકતા બદલાઈ નથી. ત્યારે, આજના યુગમાં પણ ગામલોકો ઝોળી લઈને દવાખાને જવા મજબૂર હોય, વિકાસની પોલ ખુલ્લી રહી હોવાનું જણાઈ આવે છે.
ઝોળીમાં નાખી હોસ્પિટલ જતાં સમયે રસ્તામાં જ ડિલિવરી
આ બાબતે આરોગ્ય વિભાગે પણ ખુલાસો આપવો પડ્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર, આ 19 વર્ષીય પાયલબેન નરેશભાઈ વસાવા સગર્ભા બનતાં આરોગ્ય વિભાગ સતત કાળજી લેતું હતું. તેઓ મમતા દિવસમાં તપાસ માટે આવ્યા હતા, તે સમયે તેઓની તપાસ કરી હતી, પરંતુ ત્યારે તેઓને કોઈપણ તકલીફ ન હતી. જો કે, તેઓ ઘરે પહોંચ્યા બાદ સાંજે તેઓને પ્રસૂતીની પીડા શરૂ થતાં ઝોળીમાં નાખી હોસ્પિટલ લઈ આવતા સમયે રસ્તામાં જ ડિલિવરી થઈ ગઈ હતી.
માતા-નવજાતની હાલત સ્વસ્થ્ય
108 એમ્બ્યુલન્સમાં ગધેર ગામ પાસેથી લઈ તેઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપુર ખાતે લાવ્યા હતા. ત્યાં મેડિકલ ઓફિસર અને સ્ટાફનર્સ દ્વારા બાળક અને માતાની જરૂરી સારવાર અને તપાસ કરતા બંને સ્વસ્થ્ય છે. હાલ દર્દી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે દાખલ છે. બાળકનું વજન 2.200 કિલોગ્રામ છે.
રસ્તાના અભાવે કોઈ વાહન વ્યવહાર થાય તેવી સ્થિતિ જ નથી
એક સ્થાનિક યુવકે આ અંગે જણાવ્યું હતું કે, ગરુડેશ્વર તાલુકાના ચાપટ ગામમાં ત્રણ પેટાફળિયા છે. ચાપટ ફળિયામાં 10 કિલોમીટર સુધી રસ્તાના અભાવે કોઈ વાહન વ્યવહાર થાય તેવી સ્થિતિ જ નથી. જેથી મહિલાને ઝોળીમાં નાખી દવાખાને લઈ જતાં હતા. જ્યાં રસ્તામાં જ મહિલાની ડિલિવરી કરવી પડી હતી. અમારી માગ છે કે, આ વિસ્તારમાં રસ્તો બનાવી આપવામાં આવે. ગામમાં ઘણી અસુવિધાઓ છે. રોડ, રસ્તા, શાળા એવી કોઈ જ સુવિધાઓ નથી. આ વિસ્તારમાં રોડ-રસ્તા ન હોવાનો કારણે આવી અનેક ઘટનાઓ બને છે. અમારી માગ છે કે, આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા આપે અને રોડ-રસ્તાઓ બનાવવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationHMPV બાદ આવ્યો નવો વાયરસ Marburg, તાન્ઝાનિયામાં 8 લોકોના મોત
January 15, 2025 11:04 PMગુજરાત સ્ટાર્ટઅપ પોલિસીના સફળ અમલીકરણમાં દેશનું અગ્રેસર રાજ્ય બન્યું
January 15, 2025 11:02 PMઉત્તરાયણની ઉજવણી વચ્ચે ઇમરજન્સી કેસોમાં વધારો, 108ને મળ્યા અનેક કોલ
January 15, 2025 11:00 PMગુજરાતમાં HMPV વાયરસનો પગપેસારો યથાવત, અમદાવાદમાં વધુ એક કેસ, કુલ આંકડો 5 પર પહોંચ્યો
January 15, 2025 10:59 PMઅલીયાબાડા બી.એડ. કોલેજ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
January 15, 2025 07:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech