રામનવમીના કારણે રાજ્યના પોલીસ વડાએ જિલ્લા પોલીસને એલર્ટ રહેવા સૂચના આપી છે. આ પ્રસંગે નિકળતી શોભાયાત્રા તેમજ અન્ય કાર્યક્રમોની ઉજવણી સમયે પોલીસને હાજર રહેવા કહેવાયું છે. ખાસ કરીને લોકસભાની ચૂંટણીના સમયમાં બેવડી જવાબદારી સોંપવામાં આવી છે.
ગુજરાતમાં લોકસભાનો માહોલ છે અને અયોધ્યામાં રામલલ્લાની સ્થાપ્ના પછી પહેલી રામનવમી આવી છે. રાજ્યના વિવિધ શહેરોમાં રામનવમીની શોભાયાત્રા નિકળવાની હોવાથી કોઇ અનિચ્છનિય બનાવ બને નહીં તેની તકેદારી રાખવા રાજ્ય પોલીસ વડાએ આદેશ કર્યો છે.
પોલીસ વડા વિકાસ સહાયે રાજ્યના પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને જિલ્લાઓના એસપી સહિતના આઈપીએસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠકમાં પોલીસતંત્રને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
રામનવમીની શોભાયાત્રા, ચૂંટણી પ્રચાર અને ફોર્મ ભરવા માટે નિકળતી રેલીઓને પગલે અધિકારી અને જવાનો બંદોબસ્તમાં રહી કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રયાસ કરે તેવી સૂચના અપાઇ છે.
સંવેદનશીલ વિસ્તારોમાં નિકળનારી રામનવમીની રેલી દરમિયાન કોઈ વિવાદ કે બે જૂથ વચ્ચે ઘર્ષણ ના થાય તે માટે તકેદારી રાખવાના હુકમ કરવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર, સુરત પોલીસ મોબાઈલ કેમેરા અને એફઆરસીથી રેલી અને ચૂંટણીની રેલીઓમાં નજર રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech