દારૂના નશામાં અક્ષય કુમારને રસોઇ બનાવવાનું તાન ચડે
અક્કીએ કહ્યું કે ત્યારે હું મારી ઓકાત પર આવી જાઉં છું
અક્ષયે સલમાનના શો 'દસ કા દમ'માં એક રમુજી ખુલાસો કર્યો હતો કે તે નશામાં શું કરે છે. અક્ષયે કહ્યું હતું કે તે કૂકિંગ કરવા લાગે છે અને પત્ની ટ્વિંકલ ખન્નાને પોતાની સામે ખવડાવે છે.તેણે કહ્યું હતું કે તેણે વાઈનથી નશો થઈ જાય છે, હું ભાગ્યે જ ડ્રીંક લઉં છું.
અક્ષય કુમારની ગણતરી બોલિવૂડના સૌથી ફિટ એક્ટર્સમાં થાય છે. તે પોતાની ફિટનેસ અને રૂટિનને લઈને ખૂબ જ સભાન છે. અક્ષય દારૂ અને ચા પણ પીતો નથી. પરંતુ એક વખત અક્ષયે કહ્યું હતું કે તેને વાઈન પીધા પછી પણ નશો થઈ જાય છે અને ત્યારે તે કૂકિંગ કરે છે. અક્ષય એકવાર સલમાન ખાનના શો 'દસ કા દમ'માં ગેસ્ટ તરીકે આવ્યો હતો. સાથે કેટરીના કૈફ પણ હતી. ત્યારે અક્ષયે જણાવ્યું હતું કે નશામાં તે શું કરે છે.
હાલમાં જ આ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આમાં અક્ષય કુમાર કહી રહ્યો છે કે તેને થોડી વાઇન પીધા પછી પણ નશો થઈ જાય છે. પરંતુ જ્યારે તે નશામાં હોય છે, ત્યારે તે ગાતો નથી અથવા અજીબ હરકતો નથી, પરંતુ તેના બદલે તે કૂકિંગ કરવા લાગે છે અને પત્ની ટ્વિંકલ ખન્નાને ખવડાવે છે. આ સાંભળીને સલમાન ખાન અને કેટરીના કૈફ સહિત શોમાં હાજર દર્શકો પણ હસવા લાગ્યા હતા.
'નશામાં હું કૂકિંગ કરું છું, ઓકાત પર આવી જાઉં છું'
અક્ષય કુમારે કહ્યું હતું કે, હું જરાક વાઇન પણ પી લઉં તો મને નશો થઈ જાય છે. નશામાં લોકો ઉતાવળ કરે છે, ગીતો ગાય છે, પડી જાય છે, ગુસ્સે થઈ જાય છે, હું કૂકિંગ કરવા લાગું છું. હું મારી ઔકાત પર આવી જાઉં છું.
એક્ટર બનતા પહેલા શેફ હતો અક્ષય
વાસ્તવમાં, અક્ષય એક્ટર બનતા પહેલા તેના જૂના દિવસોનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જ્યારે તે શેફ હતો. ત્યારે અક્ષય કેનેડામાં એક રેસ્ટોરન્ટમાં શેફ તરીકે કામ કરતો હતો. અક્ષયે એમ પણ કહ્યું હતું કે નશામાં તે માત્ર કૂકિંગ જ નથી કરતાં, પણ જે પણ રાંધે છે તે તેની પત્ની ટ્વિંકલ ખન્નાને પણ ખવડાવે છે. તેણે કહ્યું હતું કે, હું એ વાતનું ધ્યાન રાખું છું કે હું જે પણ બનાવું, તે મારી પત્ની ખાય. હું તેની બાજુમાં ઉભો રહું છું અને તેને ખાવા માટે કહું છું. હું પરાઠા બનાવું છું.
આ ફિલ્મોમાં જોવા મળશે અક્ષય કુમાર
પ્રોફેશનલ ફ્રન્ટની વાત કરીએ તો, અક્ષય કુમાર હાલમાં 'બડે મિયાં છોટે મિયાં' માટે ચર્ચાઓમાં છે, જે 10 એપ્રિલે રિલીઝ થશે. આ સિવાય તેની પાસે લગભગ 8 ફિલ્મો છે, જેમાં 'વેલકમ ટુ ધ જંગલ', 'હેરા ફેરી 3', 'સરફિરા', 'સિંઘમ અગેઇન', 'સ્કાય ફોર્સ', વેદાત મરાઠે વીર દૌડલે સાત, 'શંકરા' અને ' ખેલ ખેલ મેં'નો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech