પ્રેમ અને યુદ્ધમાં બધું વ્યાજબી છે, પરંતુ અતિશય જુસ્સો દરેક જગ્યાએ જોખમી છે. જુસ્સાની હદ વટાવતો આવો જ એક કિસ્સો ચીનમાં સામે આવ્યો છે. સિચુઆન પ્રાંતની 18 વર્ષની છોકરી જિયાઓયુ દરરોજ તેના બોયફ્રેન્ડને 100 કોલ કરતી હતી. તાજેતરમાં, જ્યારે તેણીને વારંવાર કોલ્સનો જવાબ ન મળ્યો, ત્યારે તેણીએ છત પરથી કૂદી જવાની ધમકી આપી, જેથી બોયફ્રેન્ડે પોલીસને બોલાવી. ડોક્ટરોએ જણાવ્યું કે તે ’લવ બ્રેઈન’થી પીડિત છે. લવ બ્રેઈનની બીમારીમાં પ્રેમનું જુનુન ચરમ સીમા સુધી પહોચી જાય છે ત્યારે વ્યક્તિ પોતાને તેમજ સામેની વ્યક્તિને પહોચાડી નુકસાન શકે છે.
આ ઘટના ચીનમાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વચ્ચે બની હતી. ચાઈનીઝ ગર્લફ્રેન્ડ તેના બોયફ્રેન્ડના પ્રેમના નશામાં એટલી હદે મશગૂલ થઈ ગઈ કે તે તેને રોજ 100-100 વખત ફોન કરવા લાગી. તે દિવસ-રાત તેની સાથે વાત કરતી. જો કે તમે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ માટે દિવસમાં 100 કે તેથી વધુ વખત વાત કરવાનું સામાન્ય માન્યું હશે. કારણ કે ઘણીવાર તમે તમારી આસપાસ કોઈક ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને દિવસભર ફોન પર વાત કરતા જોયા હશે. પરંતુ આ ચાઈનીઝ કપલ વચ્ચે 100 ફોન કોલ કરવા ઉપરાંત જે વાત સામે આવી છે તે આશ્ચર્ય ચકિત કરનારી છે.
જ્યારે ડોક્ટરોએ આ ચાઈનીઝ યુવતીના સ્વાસ્થ્યની તપાસ કરી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ડોક્ટરોએ શોધી કાઢ્યું કે જે છોકરી તેના બોયફ્રેન્ડને દિવસમાં 100 વાર ફોન કરે છે તે એક ખાસ બીમારીનો શિકાર બની ગઈ છે. દુનિયાના મોટાભાગના લોકો કદાચ આ બીમારીનું નામ પહેલીવાર સાંભળતા હશે. ડોક્ટરોએ જણાવ્યું કે આ છોકરી ’લવ બ્રેઈન’ બીમારીથી પીડિત છે. આ કારણે તે દિવસભર તેના બોયફ્રેન્ડને ફોન કરતી રહે છે. લવ બ્રેઈનને કારણે જ છોકરીનું જુનુન ચરમ સીમા સુધી વધી ગયું હતું, તેણે ઘરની વસ્તુઓ ફેંકવા અને પોતાને નુકસાન પહોંચાડવાની ધમકી આપવા જેવા પગલાં લીધાં હતાં.
લવ બ્રેઈન ડિસીઝ ધરાવતી ચીની યુવતીનું નામ શિયાઓયુ છે. તેણી તેના પ્રેમીના વ્યસનથી એટલી હદે ડૂબી ગઈ છે કે તેના બોયફ્રેન્ડને એક જ દિવસમાં 100 થી વધુ વખત ફોન કર્યો અને તેણે જવાબ આપ્યો નહીં. જેના કારણે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ હતી અને ઘરની વસ્તુઓને તોડવાનું અને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું હતું. આનાથી જિયાઓયુનો બોયફ્રેન્ડ ડરી ગયો અને તેણે તેની સુરક્ષા માટે પોલીસને બોલાવી. જ્યારે પોલીસ અધિકારીઓ આવ્યા ત્યારે જિયાઓયુ તેના બોયફ્રેન્ડની બાલ્કનીમાંથી કૂદી જવાની ધમકી આપી રહી હતી. પોલીસ યુવતીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં તેને બોર્ડરલાઈન પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે લવ બ્રેઈન હોવાનું નિદાન થયું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech