વિદેશથી આવતું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધું છે. 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડાં અને ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું. જે અંગેની જાણ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાક સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએનની મદદથી ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું. જે અંગે ક્રાઈમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ તેના પર વોચ રાખી રહી હતી. તે સમયે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાંક શંકાસ્પદ કુરિયર આવ્યાં અને જે અંગેની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનાં સૂત્રોને મળી હતી. જેના આધારે અમદાવાદની ટીમે તપાસ કરતા આ જથ્થામાં રમકડાં અને ખાદ્યપદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું.
જેમાં હાઇબ્રિડ ગાંજો, ચરસ અને એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે. હાલ તેની અંદાજિત કિંમત 3.45 કરોડથી વધુ થાય છે. આ સમગ્ર મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ રેકેટના તાર શોધવા માટે તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે, ઓનલાઈન આ ડ્રગ્સ મંગાવવામાં આવ્યું હતું. પરંતુ તેના રિસીવર અંગેની તપાસ ચાલી રહી છે. યુએસએ, કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા છે. જે સંદર્ભે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 3,12,50000 રૂપિયાનો 10550 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, 3,95,000 રૂપિયાનું 79 ગ્રામ ચરસ, 24,80,000 રૂપિયાનું 248 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, કેનાબીલ ઓઇલ- 5 એમ.એલ.ની એક એવી કુલ 32 કાચની ટ્યુબ અને આઇસોપ્રોપાઇલ નાઇટેરટ- 25 એમ.એલ.ની એક એવી 6 બોટલ કબ્જે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech