શહેરમાં હવે નવું દુષણ રૂપિયા ૩૩.૯૩ લાખનું ડ્રગ્સ ઝડપાયું

  • March 12, 2024 07:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર SOG પોલીસે વધુ એક ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભાવનગરમાં પણ ડ્રગ્સનું દુષણ પર કરતુ હોવાનું જોવા મળી રહ્યું છે. હજુ બે દિવસ પહેલા રૂા. ૯.૧૮ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ચાર ખેપીયાને સ્પેશિયલ ઓપરેશન ગૃપના સ્ટાફે દબોચી લીધા હતા. ત્યા આજે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને ૨ મળેલી હકીકતને થઈ પાનવાડી ચોકમાં વોચ ગોઠવી એક રિક્ષામાં નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે પિતા-પુત્રી સહીત ચારને દબોચી લઈ તેના કબજામાંથી રૂ।. ૩૩.૯૩ લાખની કિંમતનું ડ્રગ્સ મળી આવતા કબજે લઈ પુછપરછ કરતા મુંબઈના સેન્ટ્રલ વિસ્તારમાંથી ડુગ્સનો જથ્થો ટ્રાવેલ્સમાં ભાવનગર લઈ આવી રિક્ષામાં જઈ રહ્યાની કબુલાત આપી હતી. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એ.આર.વાળાને બાતમી રાહે હકીકત મળી હતી કે, રાહિલ અબ્દુલભાઈ ટેરયા, સનાબેન મોહસીનખાન રોહીલા અને કનીઝફાતેમાં ઉર્ફે સુમયાબેન હસનસીયા મૌલાખેલા તમામ મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રગ્સનો જથ્થો ભાવનગર લાવી સનાબેનના પિતા ઈખાહીમ હુસેનભાઈ સીદીએ પોતાની રિક્ષામાં બેસાડી પાનવાડી ચોકથી નિકળનાર છે. જે હકીકત આધારે આજે વહેલી સવારના છ કલાકના અરસા દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ વાળા, પીએસઆઈ મકવાણા, હે.કો. યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ સહીતના સ્ટાફે નગર પાલિકાના બે ઈજનરને સાથે રાખી વોચ ગોઢવી ઉભા હતા. તે વેળાએ પાનવાડી ચોકમાંથી પસાર થતી અતુલ રિક્ષા નંબર જી.જે. ૦૪.એવુ. ૪૮૨૪ને અટકાવી રિક્ષામાં બેસેલા રિક્ષા ચાલક ઈબ્રાહિમ હુસેનભાઈ સીદી (ઉં.ચ. ૯૦, રે. મતવા ચોક, સંઘેડીયા બજાર, જનતા તાવડાવાળા સામેના ખાંચામાં, ભાવનગર), કનીઝફાતેમા ઉર્ફે સુમયાબેન હસનસીયા મૌલાખેલા (ઉં.વ. ૨૪, રે. વડવા મતવા ચોક, આરબવાડ, ભાવનગર), સનાબેન મોહસીનખાન રોહીલા (ઉ.વ. ૩૩, રે. મોચીશેરી, વડવા રેડવે સ્ટેશન રોડ કુત્બી કેટરસ સામે, ભાવનગર), રાહિલ અબ્દુલભાઈ ડેરૈયા (ઉ.વ. ૨૪, રે. નવાપરા, ઈદગાહ મસ્જીદ સામે, તબેલામાં, ભાવનગર) મળી આવતા તમામની અટક કરી લઈ પુછપરછ કરતા તેઓ ડ્રરસ લઈને આવેલ હોવાની અને બન્ને મહિલાના કપડામાં છુપાવ્યું હોવાની કબુલાત આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કચેરી લઈ આવી બન્ને મહિલાની તપાસ કરતા તેના કબજામાંથી માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્સ વજન ૩૩૯.૩૯ ગ્રામ (કિંમત રૂા. ૩૩.૯૩ લાખ)નો જથ્થો મળી આવતા બરામત કર્યો હતો. મેફેડ્રોન ડ્રગ્સ સાથે મળી આવેલા બે મહિલા સહીત ચારની પુછપરછ કરતા એમ.ડી. ડ્રગ્સ મુંબઈના નાકુદા મોહલો, મહમદ અલી રોડ, દરગાહ પાસે, મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાંથી મેળવી ટ્રાવેલ્સમાં મુંબઈથી ભાવનગર લઈ આવી રિક્ષામાં લઈને જતા હોવાની તેમજ ડ્રગ્સ અમુક ગ્રાહકોને વેચાણ કરવા લાવ્યા હોવાની કબુલાત આપી હતી. જેના પગલે સ્પેશિયલ ઓપરેશન ગૃપે મેફેડ્રોન ડ્રગ્સ, રિક્ષા, પાંચ મોબાઈલ સહીત રૂા.૩૪,૮૦,૧૫૦નો મુદ્દામાલ બરામત કરી તમામ ઈબ્રાહિમ હુસેનભાઈ સીદી (ઉ.વ. ૬૦, રે. મતવા ચોક, સંઘેડીયા બજાર, જનતા તાવડાવાળા સામેના ખાંચામાં, ભાવનગર), કનીઝકાતેમા ઉર્ફે સુમયાબેન હસનસીયા મૌલાખેલા (ઉ.વ. ૨૪, રે. વડવા મતવા ચોક, આરબવાડ, ભાવનગર), સનાબેન મોહસીનખાન રોહીલા (ઉ.વ. ૩૩, રે. મોચીશેરી, વડવા રેલ્વે સ્ટેશન રોડ કુત્બી કેટરસ સામે, ભાવનગર), રાહિલ અબ્દુલભાઈ ડેરૈયા (ઉ.વ. ૨૪, રે. નવાપરા, ઈદગાહ મસ્જીદ સામે, તબેલામાં, ભાવનગર) સામે નિલમબાગ પોલીસ મથકમાં નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ કલમ ૮(સી), ૨૨(સી), ૨૯, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application