રાયના ગૃહમંત્રીના શહેર સુરતમાં ભાજપના જ હોદેદાર સંતાનો દ્રારા ચલાવાતા ડ્રગ્સના નેટવર્કના પર્દાફાશ બાદ ગઈકાલે રાજકોટ શહેરમાં પણ ભાજપના જસદણ તાલુકાના મંત્રીના પુત્ર અને સાગરીત દ્રારા મુંબઈથી મેફેડ્રોન એમડી ડ્રગ લાવી રાજકોટમાં યુવાનોને નશાના આદી બનાવવાના રેકેટને એસઓજીએ પકડી પાડયું છે. બન્નેની ૯.૮૫ લાખના ડ્રગ સાથે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં ૧૫૦ ફત્પટ રીંગરોડ પર ભકિતધામ સોસાયટીમાં ભકિતધામ એપાર્ટમેન્ટના ફલેટ નં.૧૯માં ડ્રગ હોવાની એસઓજીના જમાદાર ઘનશ્યામસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા, હાદિર્કસિંહ પરમારને માહિતી મળી હતી. જેના આધારે પીઆઈ જે.એમ.કૈલા, પીએસઆઈ ડી.પી.ગોહિલ તથા ટીમે દરોડો પાડયો હતો. ફલેટની તલાશી લેતાં ૯૮.૫૪ ગ્રામ મેફેડ્રોન ડ્રગ મળી આવ્યું હતું.
ફલેટ પર હાજર ફલેટધારક પાર્થ દેવકુભાઈ મકવાણા ઉ.વ.૨૧ તથા તેનો સાગરીત ગોંડલ રોડ પરના ખોડીયારનગર શેરી નં.૧૫માં રહેતા સાહીલ ઉર્ફે નવાબ અયુબ સોઢા ઉ.વ.૨૪ને ઝડપી લીધા હતા. પકડાયેલો પાર્થ જસદણનો વતની હોવાનું અને પોલીસે પુછતાછ કરતા તપાસમાં બહાર આવેલી વિગતોથી પાલીસ પણ એક તબકકે ચોંકી ઉઠી હતી. પાર્થના પિતા દેવકુભાઈ જસદણ તાલુકા ભાજપ મંત્રી હોદેદાર છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યેા છે સાગરીત સાહીલ નવ ધોરણ સુધી ભણ્યો છે. બન્ને શખસોએ છેલ્લ ા પાંચેક માસથી ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવ્યું હતું. મુંબઈથી ડ્રગ લાવતા હતા. આ વખતે પણ મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ લાવ્યા હતા. પોલીસે ૯.૮૫ લાખનું એમડી ડ્રગ બે વજન કાંટા, પ્લાસ્ટીકની નાના ૧૦૭ નગં કોથળી, ચમચી, બોકસ, બે મોબાઈલ ફોન મળી ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બન્ને જીમ જવાના શોખીન અને ચુસ્ત બોડી ધરાવે છે. જીમમાં જ યુવાનોને ડ્રગના લતે ચડાવતા હોવાની પોલીસને પુરી આશંકા છે. બન્નેના મોબાઈલ ફોન કબજે લઈ તેની ડીટેઈલના આધારે બન્નેના ગ્રાહકો કોણ કોણ હતા ? તે વિશે પોલીસ તપાસ કરશે.
છેલ્લા પાંચેક માસથી ડ્રગ વેચતા હતા. મુંબઈથી જથ્થો લાવી રાજકોટમાં મીલીગ્રામમાં પડીકી બનાવી આવી નાની નાની કોથળી ડ્રગ સેવન કરનારા ખાસ તો યુવાનોને ટાર્ગેટ કરતા હતાનું પોલીસને જાણવા મળ્યું છે. બન્નેના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ડ્રગ વેચનાર કોલેજીયન પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક હોવાનું જાણવા મળે છે. બે દિવસ પુર્વે સુરતમાં ભાજપ હોદેદારના પુત્ર, ભાજપનો કાર્યકર્તા સહિતના એમડી ડ્રગ્સનો કાળો કારોબાર કરતા પકડાયાના બીજા દિવસે રાજકોટમાં પણ ગઈકાલે ભાજપના હોદેદાર પુત્ર જ ડ્રગ્સમાં સપડાતા ભારે ચકચાર જાગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech