કુતિયાણા નજીક અકસ્માત સર્જાયો હોય તેવી કારમાંથી નશાખોર કારચાલક વિદેશી દા‚ સાથે ઝડપાયો

  • May 29, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના કુતિયાણા નજીક અકસ્માત સર્જાયો હોય તેવી કારમાંથી ચાલકને નશાની હાલતમાં વિદેશી દા‚ની બોટલ સાથે પકડીને ડબલ ગુન્હા નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કુતિયાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર શંકાસ્પદ હાલતમાં પસાર થતી એક કારને અટકાવવામાં આવી હતી. જેમાં આગળના ભાગે બોનેટ વળી ગયેલુ હતુ અને આગળનો કાચ પણ ફૂટેલી હાલતમાં હતો. કારના ચાલકની પૂછપરછ કરતા માણાવદરના રફાળા ગામનો જયદીપ વિનોદ મૈયડ નશાની હાલતમાં મળી આવ્યો હતો તેથી પોલીસે પીધેલી હાલતમાં કાર ચલાવવાનો ગુન્હો નોંધીને તેની ધરપકડ કરી હતી અને કારનો કબ્જો લઇને તલાસી લેતા ડ્રાઇવરની સીટ નીચેથી ૧૫૧ ‚ા.ની કિંમતની વિદેશી દા‚ની એક બોટલ (ચપટુ) મળી આવતા પોલીસે  આ ઇસમ સામે બે ગુન્હા નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application