રાજકોટમાં ઇન્દિરા સર્કલે સિટી બસ હિટ એન્ડ રનની ઘટનામાં ચારની જિંદગી હણી લેનાર ડ્રાઈવર મામલે મોટો ખુલાસો થયો છે. ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાનું ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઇસન્સ 17 ફેબ્રુઆરી 2025ના રોજ એક્સપાયર થયેલું નીકળ્યું છે. આ અંગે રાજકોટ DCP ઝોન 2 જગદીશ બાંગરવાએ પણ મોટા ખુલાસા કર્યા છે.
સ્થળ પરથી બ્લડના નમૂના લેવામાં આવ્યા
જગદીશ બાંગરવાએ જણાવ્યું છે કે, RMCની સિટી બસનો અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા. જેને લઈ ડ્રાઈવર સામે સાપરાધ મનુષ્યવધની કલમો સહિતની કલમો હેઠળ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. FSL દ્વારા પણ સ્થળ પરથી બ્લડના નમૂના લેવામાં આવ્યા છે. ડ્રાઈવરનું ટ્રાન્સપોર્ટ વ્હીકલનું લાઈસન્સ એક્સપાયર થયેલું હોવાનું સામે આવ્યું છે.
ડ્રાઈવરના બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા છે
બાંગરવાએ વધુમાં જણાવ્યું છે કે, RTOની તપાસમાં સામે આવ્યું કે, બ્રેક ફેઈલ નથી થઈ અથવા તો ટેક્નિકલ ક્ષતિ હોવાનું સામે આવ્યું નથી. બ્રેથ એનેલાઇઝરથી ચેક કરવામાં આવતા ડ્રાઇવર નશામાં હોવાનું સામે આવ્યું નથી, છતાં પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે પણ જવાબદાર હશે તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech