મીઠાપુર નજીક ટ્રેક્ટર અકસ્માતમાં ચાલકનું મૃત્યુ

  • May 17, 2023 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મીઠાપુર નજીક આવેલા ગઢેચી ગામે રહેતા કારાભા સાજણભા માણેક નામના ૩૪ વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે મંગળવારે તેમના જી.જે. ૧૪ ડી. ૬૨૬૩ નંબરનું ટ્રેક્ટર ચલાવીને જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં પાળાના ઢાળ પરથી તેમણે ટ્રેક્ટર પરનો કાબુ ગુમાવી દેતા આ ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું. જેના કારાભા માણેકને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈ બહાદુરભા સાજણભા માણેકની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રેક્ટર ચાલક કારાભા સાજણભા માણેક સામે આઈ.પી.સી. કલમ ૨૭૯ તથા ૩૦૪ (અ) અને એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application