મોટી ખાવડીમાં ટ્રેલરે મોટરસાયકલને હડફેેટે લેતા યુવાન ઘાયલ
જામનગર-લાલપુર રોડ ચેલાથી આગળની ગોળાઇમાં ટીવીએસ મોટરસાયકલ ચાલકે ગફલતભરી રીતે ચલાવી પડી જતા પોતાનું મોત નિપજાવ્યુ હતું અને પાછળ બેઠેલાને ઇજા કરી હતી, જયારે મોટી ખાવડી વિસ્તારમાં અજાણ્યા ટ્રેલરચાલકે બાઇકને ઠોકર મારતા એક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોચી હતી.
જામનગરથી લાલપુર હાઇવે ચેલા ગામથી આગળ એશ્ર્વયર્િ ફાર્મ પાસેની ગોળાઇમાં ગત તા. 28ના પોણા બે વાગ્યાના સુમારે ટીવીએસ મોટરસાયકલ નં. જીજે10ઇબી-4803ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઇક પરથી કાબુ ગુમાવી દેતા નીચે પડતા બેસેલ રણજીતને ગંભીર ઇજા તથા પોતાના શરીરે ગંભીર ઇજા પહોચાડી સારવારમાં જી.જી. હોસ્પીટલ લાવતા ફરજ પરના તબીબે તપાસી મરણગયાનું જણાવ્યુ હતું. પોતાનું મોત નિપજાવી ગુનો કર્યો હતો.
આ અંગે દરેડ ગામમાં રહેતા સવાભાઇ ભાદાભાઇ ટોયટા (ઉ.વ.34)એ પંચ-બીમાં ટીવીએસ મોટરસાયકલ ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા બનાવમાં નાઘેડી ગામમાં રહેતા ભરત પબાભાઇ ચાવડા (ઉ.વ.41)એ અજાણ્યા ટ્રક ટેલરના ચાલક સામે ફરીયાદ કરી હતી. ગત તા. 29ના રોજ મોટી ખાવડી મટીરીયલ ગેઇટની સામેના રોડ પર અજાણ્યા ટ્રેલર ચાલકે ગફલતભરી રીતે ચલાવી આગળ જતા મોટરસાયકલ નં. એમપી-11-એનડી-4604ના ચાલક ભવરસિંહ પ્રેમચંદ શિંગાળ (ઉ.વ.43) રહે. ખાવડી, સતીવાડી વિસ્તારને બાઇક સહિત નીચે પછાડી દેતા ભવરસિંહને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જયારે ચાલક ટ્રેલર લઇને નાશી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આવતા વર્ષે હ્યુમનોઇડ રોબોટનું લોન્ચિંગ, મુકેશ અંબાણી કરી રહ્યા છે ફન્ડિંગ
November 22, 2024 11:07 AMખંભાળિયામાં હોલા પક્ષીના તાજા જન્મેલા બચ્ચાઓને અપાયું નવજીવન
November 22, 2024 11:06 AMસાયબર ફ્રોડ અટકાવવા વધુ ૧૭ હજાર વોટસએપ એકાઉન્ટ બ્લોક
November 22, 2024 11:05 AMખંભાળિયા: અકળ કારણોસર સળગી જઈને રામનગરના યુવાને આપઘાત કર્યો
November 22, 2024 11:04 AMદ્વારકા જિલ્લામાં આયુર્વેદ દ્વારા કુપોષણમાં ઘટાડા અંગે હાથ ધરાતું સંશોધન
November 22, 2024 11:00 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech