શહેરના રૈયારોડ પર અંજની સોસાયટી વાળી શેરીમાં ઉભેલી વેન્ટોકારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની પૂર્વ બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડી કારની ડિક્કીમાં છુપાવેલો 192 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપી લઈ દારૂ અને કાર મળી કુલ રૂ.3,07,168નો મુદામાલ કબ્જે કરી ચાલક કૌશલ નિરંજનભાઈ નથવાણીની અટકાયત કરી કાર્યવાહી કરી છે.
પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.હેડ. કોન્સ.વિજયભાઈ મેતા અને કુલદીપસિંહ જાડેજાને સંયુક્ત બાતમી મળી હતી કે, રૈયારોડ પર અંજની સોસાયટી બ્લોક નં-32-24 વાળી શેરીમાં સિલ્વર કલરની જીજે-03-ઇઆર-3936 નંબરની વેન્ટો કાર ઉભી છે તેમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી કાર સાથે ઉભેલા શખસની પૂછપરછ કરતા પોતાનું નામ કૌશલ નિરંજનભાઈ નથવાણી (રહે-પુષ્કરધામ રોડ, કેવલમ રેસીડેન્સી સામેના આવાસ ક્વાર્ટર)નો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કારની તલાસી લેતા ડીક્કીમાંથી ખાખી કલરના બોક્સમાંથી ઈંગ્લીશ દારૂની 192 જેટલી બોટલો કી.રૂ.57,168ની મળી આવતા દારૂનો જથ્થો અને કાર કબ્જે કરી શખ્સની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દારૂ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech