રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજે ચિત્ર–વિચિત્ર ફિલ્મોમાં દેખાય તેવા દ્રશ્યોવાળો સિટી બસનો અકસ્માત થતાં બસના વૃધ્ધ ચાલક તથા પગપાળા જઇ રહેલી મહિલાએ જીવ ગુમાવ્યો હતો. ચાલુ બસે જ ચાલકને હાર્ટ એટેક આવી જતાં સ્ટીયરિંગ પર ઢળી પડયો અને બસ બેકાબૂ બનીને રસ્તા પર દોડવા લાગી હતી. રસ્તામાં મહિલા, ઓટો રીક્ષા, ટુ વ્હિલરને ઠોકરે ચડાવી દિવાલ સાથે અથડાઇ પડી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત ચારને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જયાં ચાલક અને ઇજાગ્રસ્ત મહિલાને મૃત જાહેર કરાયા હતાં. અકસ્માતના પગલે માર્ગ પર નાસભાગ થઇ પડી હતી અને દ્રશ્યો નજરે જોનારાઓ પણ થોડી ક્ષણો હતપ્રત બની ગયા હતાં.
રાજકોટ શહેર મહાપાલિકા દ્રારા ચાલતી સિટી બસ સેવામાં ગઇકાલે સાંજે યુનિવર્સિટીથી રેલનગર રૂટ પર દોડતી સિટી બસ રેલનગરમાં પસાર થઇ રહી હતી ત્યારે સંતોષીનગર તરફ રાધિકા ડેરી નજીક બસ ચાલક પરસોત્તમભાઇ રવજીભાઇ બારીયાને ચાલુ બસે જ હૃદયરોગનો હત્પમલો આવ્યો હતો અને તે ત્યાંજ સ્ટીયરિંગ પર માથુ નાખીને ઢળી પડયા હતાં. એટેક આવતા બસ બેકાબૂ બની હતી અને અકસ્માતની હારામાળા સર્જી દીધી હતી. રસ્તામાં ઓટો રીક્ષાને ઠોકરે લીધી, એક એકિટવાને ઉડાડયું તથા પગપાળા જઇ રહેલા રેલનગરમાં રહેતા સંગીતાબેન ગંગારામભાઇ માકડીયા (ઉ.વ.૪૦) પર બસ ફરી વળી હતી.
બસની અડફેટે ચડેલા સંગીતાબેન, રીક્ષામાં રહેલા મુસાફર મુકેશ તાજસીંગ મંડોડ (ઉ.વ.૩૧) સહિતના ચારને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જયાં બસ ચાલક અને મહિલાનું મૃત્યુ થયું હોવાનું તબીબે જાહેર કયુ હતું. જીવ ગુમાવનાર મહિલા રેલનગરમાં ગુરૂવારની બજારમાં ખરીદી કરવા ગઇ હતી અને પરત ફરતી હતી ત્યારે બસ મોત બનીને ધસી આવી હતી. બસ બેકાબૂ દોડતી જોઇ ઘણા જીવ બચાવી ભાગ્યા હતાં. રસ્તા પર બહત્પ અવરજવર ન હતી જેથી અકસ્માતમાં વધુ જીવ હાની થતાં બચી હતી. અકસ્માતને લઇને થોડીવાર વિસ્તારોમાં ફફડાટ મચી ગયો હતો.
અકસ્માતના પગલે પ્ર.નગર પોલીસ, મહાપાલિકાની ટીમ પણ પહોંચી હતી. સિટી બસ સેવામાં ચાલક, કંડકટર, મેન પાવર પુરો પાડવાનો મહાપાલિકા દ્રારા મારૂતિ ટ્રાવેલ્સ નામની એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. મૃત્યુ પામનાર ૬૬ વર્ષથી વધુ વયના બસ ચાલકને ટ્રાવેલ્સ એજન્સીએ બસ ચાલક તરીકે રાખ્યા હતાં. મોટી ઉંમરના હોવાના કારણે અકસ્માત થયો હોવાની વાતો સંદર્ભે મહાપાલિકાના જવાબદાર સૂત્રોના કહેવા મુજબ કોન્ટ્રાકટમાં આરટીઓનું લાયસન્સ હોવું જોઇએ તેવી શરતો છે. લાયસન્સ ૦૬૨૦૨૫ સુધીનું છે. આ રૂટ પર અભ્યાસ કરતી યુવતીઓ વધુ મુસાફરી કરતી હોવાથી મોટી વયના ચાલક રાખવાની માગણીને લઇને પીઢ ચાલક રખાયા હતાં. આમ છતાં હવે ટ્રાવેલ્સ એજન્સીને આ બાબતે ધ્યાન રાખવા ટકોર સાથે નિયમ મુજબ પગલાં લેવાશે
આરંભે તો ચાલક પીધેલો હશેનું માની બેઠા, નજર કરી તો ઢળેલાં હતા
જે રીતે બસ બેકાબૂ બનીને દોડવા લાગી તે જોઇને રસ્તા પર પસાર થતાં કે દુકાનો નજીક ઉભેલાઓ, રાહદારીઓેને ચાલક પીધેલો હશે માટે આવી રીતે બસો દોડાવીને અકસ્માત સર્જયો હશે, જોકે જઇને રાહદારીઓએ નજર કરતા ચાલક સ્ટિયરિંગ પર માથું નાખેલો બેશુધ્ધ પડેલા હતાં. તુરત જ એટેક આવ્યો હોવાનું માની લોકોએ છાતી પર પમ્પીંગ કયુ. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી સારવારમાં ખસેડાયા હતાં.
સાંજનો ફેરો હોવાથી મુસાફરો ઓછા હતાં
સદનસીબે સાંજનો ફેરો હોવાથી બસમાં મુસાફરોની સંખ્યા પણ સાવ પાંખી હતી. જો સ્કૂલ, કોલેજના સવાર–બપોરના સમયે આવું બન્યું હોત તો અંદર વિધાર્થીઓ સહિતના મુસાફરોની સંખ્યા પણ વધારે હોત અને દ્રશ્યો પણ કંઇક અન્ય બન્યા હોત. બસ ચિચિયારીથી ગુંજી હોત. મુસાફરો ઘવાયા હોત અથવા તો કાચા પોચા કે મોટી ઉંમરના હૃદય બેસી જાત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAC Tips: મે મહિનામાં કેટલા તાપમાને ચલાવવું જોઈએ AC, 18, 22 કે 24 ડિગ્રી?
May 14, 2025 10:22 PMકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech