BREAKING NEWS

જામનગર નજીક ટ્રકની ટકકરમાં ચાલકનું મોત

  • December 25, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ઠેબા ચોકડી-ખીજડીયા બાયપાસ જતા રોડ પર અઠવાડીયા પુર્વે ટ્રક વચ્ચે ટકકર થતા એક ડ્રાઇવરનું સ્ટેરીંગ પેટના ભાગે લાગતા ગંભીર ઇજા થઇ હતી તેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે ટ્રક ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે ૫ દિવસ પહેલા સેવાસદન રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.


અમરલીના રાજુલા તાલુકાના જુની માંડરડી ગામમાં રહેતા પ્રાગજી કાનાભાઇ બાબરીયા નામના યુવાને ગઇ કાલે પંચકોશી-બીમાં ટ્રક નં.જીજે૩૭ટી-૩૧૧૬ના ચાલક સામે ફરીયાદ કરી હતી.


ગત તારીખ૧૭ બપોરના ૩.૨૫ના સુમારે ફરીયાદીના મોટા ભાઇ નાથા કાનાભાઇ બાબરીયા ઉ.વ.૪૪ રહે જુની માંડરડી ગામ પોતાના હવાલાનો ટ્રક નં. જીજે૩૯ટીબી ૦૦૭૪ જેમાં સિમેન્ટ ભરેલી હોય આ ટ્રક કોવાયા રાજુલાથી રીલાઇન્સ જામનગર તરફ જતા હોય ત્યાર. ઠેબા ચોકડી પહેલા પહોંચતા આગળ જતા ટ્રક નં.જીજે૩૭ટી ૩૧૧૬ના ચાલક બેદરકારીથી ચલાવી અચાનક બ્રેક મારતા નાથાભાઇ પોતાના ટ્રક પરનો કાબુ નહી રાખી શકતા તેમની આગળ જતા ટ્રક સાથે અકસ્માત થયો.


આ અકસ્માતમાં ફરીયાદીના મોટાભાઇને તેમના ટ્રકનું સ્ટેરીંગ વ્હીલ પેટના ભાગે લાગતા આંતરડામાં ગંભીર ઇજાઓ થઇ હતી જેથી જી.જી.હોસ્ટિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જયા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિ૫જયુ ફરીયાદ આધારે અન્ય ટ્રક ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
​​​​​​​

બીજા બનાવમાં જામનગરના ભીમવાસ શેરી નં.૧માં રહેતા ભાનુબેન વિનોદભાઇ ખીમસુરીયા ઉં.વ.૬૫ નામના મહિલાએ ગઇ કાલે સીટીબી ડીવીઝનમાં ઇકો કાર નંબર  જીજે૧૦ડીજે ૮૭૯૫ના ચાલક સામે એવી ફરીગાદ કરી હતી કે ગત તા.૧૬ના રોજ શ‚ સેકશન સેવાસદન રોડ પાસે ઇકો કારના ચાલકે ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદી બેઠેલા હોય તે ઉભેલી રીક્ષા નં.જીજે૩બીયુ૦૪૦૫ને ઠોકર મારતા રીક્ષા પલટી મારી ગઇ હતી જેથી ફરીયાદી મહિલાને પગ, મણકા અને શરીરના ભાગે ઇજાઓ પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application