રાજકોટ જેતપુર નેશનલ હાઇવે સિકસ લેનની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી છે. લાભ પાંચમ ને લઈને પ્રવાસીઓ પર્યટન સ્થળ પરથી પોતાના વતન તરફ વળ્યાં છે ત્યારે વિરપુરથી લઈને ગોમટા ચોકડી સુધી ૪ કિલોમીટર સુધી નો ટ્રાફિક જામ સર્જાયો છે.ગત સાંજે સતત બે કલાક સુધી ટ્રાફિક જામ થતા મુસાફરો અને ખાસ કરીને મહીલાઓ પરેશાન બની હતી. વાહનચાલકોમાં પણ ધિરજ ખુટી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા વાહનચાલકો પોતાના વાહનો લઈને રોંગ સાઈડ માં ચલાવવા લાગ્યા હતા.ટ્રાફિક જામ નાં પગલે જીલ્લ ા ટ્રાફિક પોલીસ, વિરપુર તથા ગોંડલ પોલીસ હાઇવે પર દોડી જઇ ટ્રાફિક કિલયર કરાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા.રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિકસલેનની કામગીરીને લઈને જે હાઇવે પરની ગામડા ની ચોકડીઓ પર ઓવરબ્રિજ બની રહ્યા છે તેને કારણે હાઇવે કોન્ટ્રાકટ દ્રારા રોડ સાકડા કરી દેવામાં આવ્યા છે.જેના કારણે ટ્રાફિક થી ધમધમતા આ નેશનલ હાઇવે પર રોજીંદા કલાકો સુધી ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઇ રહીછે.
સિકસ લેન ને કારણે અણધણ રીતે ડાયવર્ઝન કઢાયા હોય અકસ્માત ની ઘટનાઓ પણ વારંવાર બની રહીછે.હાઇવે ઓથોરિટ આ અંગે ગંભીરતા દાખવે એ જરી બન્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMસલમાન બાદ શાહરુખને પણ મળી ધમકી: 50 લાખની માગણી કરાઈ
November 07, 2024 03:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech