દેવભુમિ દ્વારકા જિલ્લામાં ડ્રીપ ઇરીગેશન યોજના

  • May 11, 2023 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભુમિ દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની ડ્રીપ ઇરીગેશન કરવા માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવાની યોજના ચાલુ છે. જેમા ટપક સિંચાઇ સિસ્ટમ ધરાવતા ખેડુતોને પાણીનો ટાંકો (ગોળ કે ચોરસ, આર.સી.સી., ૨૫.૫૦ ઘન મીટર કે તેથી વધુ) બનાવવા માટે ખર્ચના ૫૦% કે રૂ. ૫૦,૦૦૦ની મર્યાદામા સહાય મળવાપાત્ર છે અને અનુ સુચિત જાતિના ખેડુતોને ૭૫% કે રૂ. ૭૫,૦૦૦ની મર્યાદામા સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડુતોએ તારીખ ૩૧ મે સુધીમા આઇ-ખેડુત પોર્ટલમા ઓનલાઇન અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતીના દાખલા (જો લાગુ પડતા હોય તો), આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન, બીજો માળ, રૂમ નં. અ/૨/૧૮, લાલપુર રોડ, ખંભાળિયાના સરનામે તાત્કાલીક પહોંચાડવા નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application