અન્ડરવેર ન દેખાય તેવો વ્યવસ્થિત પોશાક પહેરો: એરલાઈન્સની સુચના

  • September 18, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સે અન્ડરવેરને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. બે પાનાની આ ગાઈડલાઈન બહાર આવ્યા બાદ સમગ્ર દુનિયામાં તેની ચર્ચા થવા લાગી. એરલાઈન્સે સ્પષ્ટ્ર કયુ છે કે જો કોઈ વ્યકિત લાઇટ એટેન્ડન્ટ તરીકે કંપનીમાં તાલીમ અથવા રોજગાર શોધી રહી હોય, તો તેનોતેણીનો પોશાક વ્યવસ્થિત હોવો જોઈએ.
માર્ગદર્શિકામાં, કંપનીએ લાઇટ એટેન્ડન્ટસને યોગ્ય અન્ડરગાર્મેન્ટ પહેરવાની સલાહ આપી છે. તેમાં કહ્યું હતું કે અન્ડરવેર દેખાતું ન હોવું જોઈએ. કંપની કહે છે કે ડેલ્ટા લાઇટ એટેન્ડન્ટસ ગ્રાહકો સાથે સૌથી વધુ સમય વિતાવે છે. તે અમારી એરલાઇનનો ચહેરો છે.
કંપનીએ તેની માર્ગદર્શિકામાં કહ્યું કે વાળનો રગં કુદરતી હોવો જોઈએ. આમાં કૃત્રિમ શેડસનો ઉપયોગ ન કરવો જોઈએ. લાંબા વાળ બાંધેલા હોવા જોઈએ. લાઇટ એટેન્ડન્ટસને ટૂંકા નખ હોવા જોઈએ. તેમાં કોઈપણ પ્રકારના રગં કે નેલ પોલીશને મંજૂરી આપવામાં આવશે નહીં. આઈ લેશીશ પણ કુદરતી સ્વપમાં હોવી જોઈએ.
લાઇટ એટેન્ડન્ટ માત્ર એક નાક વીંધી શકે છે. કાનમાં બે બુટ્ટી પહેરવાની પરવાનગી હશે. શરીરના કોઈપણ ભાગ પર બનાવેલા ટેટૂને ઢાંકવા જ જોઈએ. સ્કર્ટ ઘૂંટણની લંબાઈ પર અથવા નીચે હોવી જોઈએ. લાઇટ એટેન્ડન્ટસ બધં પંજાવાળી લેટ હીલ્સ અને સ્લિંગ–બેક શૂઝ પહેરી શકે છે. પુષોએ બટન કોલર શર્ટ અને ટાઈ પહેરવી જોઈએ.
ડેલ્ટા એરલાઈન્સે કહ્યું કે ઈન્ટરવ્યુ દરમિયાન અભદ્ર ભાષાનો ઉપયોગ સ્વીકારવામાં આવશે નહીં. લાઇટ એટેન્ડન્ટસ ચ્યુઈંગ ગમ, ફોન અથવા ઇયરબડનો પણ ઉપયોગ કરી શકતા નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application