રાજ્યમાં નીકળતા ઈ કચરાના નિકાલ માટે સરકારે પોલીસી તૈયાર કરી છે જેમાં સરકારી કચેરી તેમજ ખાનગી રાહે કચરાના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી જેણે ઇ વેસ્ટના નિકાલની પોલીસી ડ્રાટ તૈયાર કરી દીધો છે અને રાય સરકારને સોંપી દીધી છે રાજયમા નીકળતા ઈ કચરાના નિકાલ અને રિસાયકલર્સ માટે માર્ગદર્શિકા નો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે. જોખમી ઈ કચરાને લઈને સરકાર તેના નિકાલની ખાતરી મેળવશે તેમજ પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા પગલાંઓ લેશે.
વર્ષ ૨૦૨૨માં ૩૦,૫૬૯ ટન કચરો એકત્રિત કરીને ગુજરાત દેશમાં ઈ–વેસ્ટ સંગ્રહમાં છઠ્ઠા ક્રમે છે. આનાથી રાય સરકાર રાયમાં ઈ–વેસ્ટના વ્યવસ્થાપન માટે એક વ્યાપક નીતિનો ડ્રાટ લઈને આવી છે. નિષ્ણાતોની પેનલ દ્રારા તૈયાર કરવામાં આવેલા ડ્રાટની મુખ્ય વિશેષતાઓ એ છે કે સરકાર શઆતમાં ઈ–કચરાના નિકાલને પ્રોત્સાહન આપશે અને ખાનગી ક્ષેત્ર પાસેથી ઈ–કચરો સીધો એકત્ર કરવાની જોગવાઈઓ પણ કરશે.
ગ્રામ્ય સ્તરે પણ ઈ–વેસ્ટ અથવા ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી ઇન એયુકેશન એસેટસ એકત્રિત કરવા માટે એક અલગ વ્યવસ્થાપન ઊભુ કરવામાં આવશે. પોલિસી રિસાયકલર્સને ઈ–વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનું પાલન કરવાની અને અસ્કયામતોમાંથી સંવેદનશીલ ડેટાના લીકેજને અટકાવવાની આવશ્યક જવાબદારી સાથે ઈ–વેસ્ટ નિકાલની ખાતરી લેવામા આવશે..
આ નીતિ હેઠળ, માર્ગદર્શિકાનો સમૂહ બહાર પાડવામાં આવ્યો છે. જે હેઠળ આઈ ટી સમિતિઓની સ્થાપના કરવાની છે, યાં દરેક સરકારી ઓફિસ અને વિભાગે આઈટી નિષ્ણાતો, રેકોર્ડ શાખાના વડાઓ, ખાતા શાખાના સભ્યો અને અન્ય સંબંધિત કર્મચારીઓને સમાવતા એક સમિતિની રચના કરવી જોઈએ જે આઈસીટીઈ સંપત્તિઓની સ્થિતિ અને આયુષ્યનું મૂલ્યાંકન કરશે અને નિકાલ માટે ભલામણ કરશે, સ્થાપિત માપદડં પર આધારિત. યારે નિકાલ માપદંડોની વાત આવે છે, ત્યારે આઈસીટીઈ અસ્કયામતોને જૂની ટેકનોલોજી, રિપેર ન કરી શકાય તેવી સમસ્યાઓ અથવા આર્થિક સમારકામ ખર્ચ કરતાં વધુ જેવા પરિબળોને કારણે અયોગ્ય માનવામાં આવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech