ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જના પડકારો સામે બાથ ભીડતા ભાવનગરના જાગૃત તબીબ ડો. તેજસ દોશીને ગુજરાત સરકારનો ધ પર્સન ઑફ ક્લાયમેટ ચેન્જ ૨૦૨૪-૨૫ એવોર્ડ રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્લાસ્ટિકના ઉપયોગને છોડીને કપડાની થેલીના ઉપયોગને પ્રોત્સાહન આપતી ડો. દોશીએ બનાવેલી નવતર કપડાની બેગ પણ મંત્રીના હસ્તે લોકાર્પિત કરવામાં આવી હતી. ડો. તેજસ દોશીના પર્યાવરણ રક્ષણ માટેના વિવિધ પગલાંની મંત્રીએ નોંધ લઇને એમને એમની આ પ્રવૃત્તિઓ બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ દિશામાં વધુને વધુ જનજાગૃતિ ફેલાય એવા પ્રયાસો કરી રહી છે પરંતુ આમાં વ્યક્તિગત અને સ્વૈચ્છિક અને સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સ્વેચ્છાએ વધુ આગળ આવે તો ઇચ્છિત પરિણામો સત્વરે હાંસલ કરી શકાય છે.
રાજ્ય સરકાર દ્વારા કુલ નવ શ્રેણીઓમાં ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમા વ્યક્તિગત શ્રેણીમાં ભાવનગરના તબીબ ડો. તેજસ દોશીને પ્રથમ પુરસ્કાર તેમના પર્યાવરણ સંરક્ષણ માટેના વિવિધ પ્રોજેક્ટસ માટે આપવામાં આવ્યો છે. ડો. દોશી જોય ઓફ ગિવિંગ પેન પ્રોજેક્ટ અંતર્ગત ૧૧ લાખથી વધુ પેનોમાં રીફીલ નાખી સાડા ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનુ કાર્ય કર્યું છે.
તેમણે ૫૦ પ્લાસ્ટિક બેગ સામે એક કાપડની થેલી આપવાના કાર્યક્રમ હેઠળ બે લાખથી વધુ થેલી વિતરણ કર્યું છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ડો. દોશીએ વિદ્યાર્થી અને લોકોમાં પ્લાસ્ટિકના ઉપયોગને બંધ કરવા અને જનજાગૃતિ લાવવા માટે ૨૦૦થી સેમિનારો યોજીને ગુજરાતભરની સ્કૂલ કોલેજોમાં જઈને બે લાખથી વધુ વિધાર્થીઓને કેળવ્યા છે.
ભાવનગરના અકવાડા લેકમા એમણે એક લાખ એંશી હાજર ઈકો બ્રિક ભેગી કરી ગુજરાતનો સૌથી પહેલો ઈકો બ્રિક પાર્ક બનાવ્યો છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ઈકો બ્રિકમાંથી ઇનકમનો અદભૂત પ્રયોગ ૧ લાખ ૮૦ હજાર ઈકો બ્રિક ભેગી કરી છે. ડો. તેજસ દોશી અને એમની ટીમ દ્વારા ડોન્ટ કટ કોર્નર અવેરનેસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરની ૨૦૦થી વધુ સોસાયટીઓમાં જઇને બહેનોને દૂધ વગેરેની થેલી કેવી રીતે કાપવી એ બાબત જાગૃત કર્યા છે.
ડો. દોશીના જાગૃત પ્રયાસોથી અત્યાર સુધીમાં વિવિધ કાર્યો થાકી ૫૦ લાખ કિલો પ્લાસ્ટિક રિડ્યુસ કરી રિસાયકલ કરવામાં આવ્યું છે. ડો. દોશીના પર્યાવરણ જાળવણી અને સુરક્ષા વિષયક આવા અનેકવિધ કાર્યોની રાજ્ય સરકારે નોંધ લઈને એમને ધ પર્સન ઓફ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ ૨૦૨૪-૨૫ એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, વન, પર્યાવરણ, પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્રસચિવ મોના ખંધાર, સચિવ ડો. રાહુલ ગુપ્તા, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક અજય પ્રકાશ, પર્યાવરણવિદો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આ વર્ષનો ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ ૨૦૨૪-૨૫નો સમારોહ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech