રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે ડો.મોનાલી માકડીયાએ વિધિવત ચાર્જ સંભાળ્યો છે અને ડો.આર.એસ.ત્રિવેદી ચાર્જમાંથી મુક્ત થયા છે. અંતે સરકારી આદેશનો અમલ થતા સરકારની આબરૂ પણ બચી હતી. ચાર્જ સંભાળતા જ ડો.મોનાલી માકડીયાએ કહ્યું હતું કે, હોસ્પિટલમાં દર્દીઓને સારી રીતે સારવાર મળે અને સરકારમાંથી દર્દીઓની સુવિધા વધારવા માટેની સૂચના આપવામાં આવશે તેનો ચોક્કસ પણે તાકીદે અમલવારી કરી માત્ર દર્દીઓની જ નહિ પણ હોસ્પિટલની સુવિધા વધારવા માટે સિવિલના દરેક ડિપાર્ટમેન્ટના વડા અને મારા સાથી તબીબો સહિત હોસ્પિટલની ટિમ મળી કામગીરી કરવામાં આવશે. હોસ્પિટલના વડાની સાથે સાથે બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા તરીકેની પણ મારી જવાબદારી છે એટલે બંને જવાબદારી સાથે લઈને ચાલવામાં ક્યાંક પણ કચાસ રહે કે ભૂલ થયે ધ્યાન દોરવા પણ જણાવ્યું હતું. આજે ચાર્જ સંભાળતા પહેલા રૂટિન સમયે હોસ્પિટલ પહોંચી પોતાની પહેલી ફરજ તેમના વિભાગના દર્દીઓના ઓપરેશનની કામગીરી પુરી કયર્િ બાદ મેડિકલ કોલેજ ખાતે જઈ ડીન ડો.ભારતી પટેલની હાજરીમાં જરૂરી કાર્યવાહી પુરી કયર્િ બાદ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા જ હોસ્પિટલના તબીબ, કર્મચારીઓ સહિતનાએ બુકે આપી આવકાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. એક સમયે હોસ્પિટલના તબીબો, સ્ટાફ સહિતનામાં ખુશી જોવા મળી હતી.
અત્રે ઉલ્લખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં વધતી જતી બેદરકારી અને નબળી વહીવટી પ્રક્રિયા અને વ્યાપક ભ્રસ્ટાચારની ફરિયાદોના પગલે ગત તા.3ના સરકાર દ્વારા ડો.આર.એસ.ત્રિવેદીને સિંગલ ઓર્ડરથી સુપ્રિટેન્ડેન્ટ તરીકેના ચાર્જમાંથી મુક્ત કરી આ ચાર્જ બર્ન્સ વિભાગના વડા ડો.મોનાલી માકડીયાને સોંપવાનું જણાવાયું હતું. જો કે હોસ્પિટલના કથળેલા વહીવટના કારણે આ ચાર્જ સંભાળવા માટે ડો.મોનાલી માકડીયાની સાફ મનાઈ હતી પરંતુ હોસ્પિટલની સ્થિતિ સુધરે આ માટે કેટલીક સજાવટ અને સરકારના આદેશની અવગણના ન કરવાના હેતુથી અંતે આ જવાબદારી સ્વીકારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech