કેન્દ્રીયમંત્રીએ કેશોદમાં રેલ્વે અંડર બ્રીજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.
ભારત સરકારના શ્રમ રોજગાર અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જુનાગઢ જિલ્લાની મુલાકાત દરમિયાન કેશોદ શહેરના ચાર ચોક ખાતે રેલ્વે અંડર બ્રીજના ચાલી રહેલ કામનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીયમંત્રીએ ઝડપભેર રેલ્વે અંડર બ્રીજનું કામ પુર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી. તેમણે ખાસ રેલ્વેના અધિકારી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી.તેમણે આ અંડર બ્રીજના નિર્માણ માટે જરી રેલ્વે રીલીવિંગ ગડર વહેલીતકે ઉપલબ્ધ થાય તે માટે સુચના આપી હતી.જેથી સમય મર્યાદામાં આ રેલ્વે અંડરબ્રીજનું કામ પુર્ણ કરી શકાય.કેશોદના ચાર ચોક ખાતે અંદાજે ા.૨૧ કરોડના ખર્ચે બની રહેલા આ રેલ્વે અંડર બ્રીજથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મોટી રાહત મળશે.હાલ ૭૦% જેટલી રેલ્વે અંડર બ્રિજની કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે,ગુજરાત સરકાર દ્વારા ફાટક મુક્ત અભિયાન હેઠળ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.
આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ,નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા,પ્રાંત અધિકારી કિશન ગરચર, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના અધિકારીઓ સ્થાનિક પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દરરોજ રૂ. ૨૭૦૦ કરોડના ભારતીય શેર વેચ્યા
March 04, 2025 12:05 PMમસાલાની સિઝન શરૂ: રાજકોટ યાર્ડ મરચાની ભારીથી છલકાયું
March 04, 2025 12:04 PMતમે Mentally કેટલા Strong છો? આ 7 લક્ષણ પરથી જાણો તમે માનસિક રીતે કેટલા મજબૂત છો?
March 04, 2025 12:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech