ગુજરાત સરકાર રાયમાં પ્રદૂષણ મુકત પરિવહનને પ્રોત્સાહન આપવા અને ગ્રીન એનજીર્ના વપરાશને વેગ આપવા માટે એક અત્યતં મહત્વપૂર્ણ અને સર્વગ્રાહી ઈલેકિટ્રક વ્હીકલ પોલિસી તૈયાર કરી રહી છે. આ નવી નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઈલેકિટ્રક વાહનોના વેચાણ સુધી સીમિત ન રહેતા, સમગ્ર ઈ.વી.ઇકોસિસ્ટમને વિકસાવવાનો છે. દિલ્હી મોડલનો સઘન અભ્યાસ કર્યા બાદ ગુજરાત સરકાર હવે વધુ વિસ્તૃત અને અસરકારક રણનીતિ સાથે આગળ વધી રહી છે.
નવી પોલિસી હેઠળ, રાયભરમાં અત્યાધુનિક ચાજિગ સ્ટેશનનું વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ સ્ટેશનોની વિશેષતા એ હશે કે તેમાં માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં જ વાહનની બેટરી ૫૦ ટકા સુધી ચાર્જ થઈ શકશે. આ પ્રોજેકટને વેગ આપવા સરકાર દ્રારા ૪૦ ટકા સુધીની આર્થિક સબસિડી આપવામાં આવશે. આ ઉપરાંત, જાહેર અને રહેણાંક કોમર્શિયલ પ્રોજેકટસમાં ઈ.વી ચાજિગ પોઈન્ટ ફરજિયાત બનાવવા માટે જીડીસીઆર (જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન)માં સુધારા કરવાની પણ તૈયારીઓ ચાલી રહી છે.
આ નીતિ માત્ર વાહનોના વેચાણ પર જ નહીં, પરંતુ ઈવી બેટરી, મોટર અને અન્ય સ્પેરપાટર્સ બનાવતી કંપનીઓને પણ વિશેષ પ્રોત્સાહન આપશે. આનાથી રાયમાં ટુ–વ્હીલર અને ફોર–વ્હીલરના મેન્યુફેકચરિંગ ક્ષેત્રે નવી તકો ખુલશે અને મોટા પાયે રોજગારીનું સર્જન થશે. ઉર્જા અને વાહન વ્યવહાર વિભાગ સંયુકત રીતે આ દિશામાં કાર્યરત છે.
ગુજરાત સરકાર દિલ્હીના સફળ મોડલને ધ્યાનમાં રાખીને એસટી બસોને તબક્કાવાર ૧૦૦ ટકા ઇલેકિટ્રકમાં ફેરવવા માટે કડક વલણ અપનાવી રહી છે. જોકે, ગુજરાતની વ્યૂહરચના દિલ્હી કરતા વધુ વિસ્તૃત છે, જે માત્ર જાહેર પરિવહન જ નહીં પણ સમગ્ર ઈવી સપ્લાય ચેઈનને મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે.
અગાઉની 'ઈ.વી.પોલિસી ૨૦૨૧' પૂર્ણ થયા બાદ, સરકારે હાલ માર્ચ ૨૦૨૭ સુધી આરટીઓ ટેકસ અને સબસિડીમાં રાહત આપી છે. હાલમાં ઈ.વી વેચાણમાં ગુજરાત દેશમાં ૯મા ક્રમે છે, પરંતુ નવી નીતિના અમલીકરણ બાદ વાહનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને રાયમાં ઈલેકિટ્રક વાહનોની ક્રાંતિ આવવાની પ્રબળ શકયતાઓ છે. આ નીતિ સામાન્ય નાગરિકો માટે પણ ઈ.વી ખરીદવાનું વધુ આકર્ષક અને સુલભ બનાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application