અડધા જામનગરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું બંધ: સફાઇ કર્મીઓનો વિરોધ

  • January 04, 2024 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સફાઈ કર્મીઓએ લાલ બગલા ખાતે ધરણા કર્યા

જામનગર શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડતી પાવર લાઇન કંપનીના કર્મચારીઓએ કચર અને તેમના પ્રશ્ર્ને ઉગ્ર વિરોધ નોંધાવીને આજે લાલબંગલા ખાતે ધરણાં કરતા અડધા શહેરમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું આજે બંધ થયું હતું, જો કે અધિકારીઓના જણાવ્યા મુજબ બપોર સુધીમાં આ પ્રશ્ર્નનો ઉકેલ આવી જશે.
જામનગરમાં ઓમ સ્વચ્છતા નામની કંપની દ્વારા કચરો ઉપાડવામાં આવે છે અને તે કામગીરી ચાલુ છે ત્યારે પાવરલાઇન કંપનીના ૧૪૦ જેટલા કર્મચારીઓએ ડોર ટુ ડોર કચરો ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતા ૧૪૦ જેટલા સફાઈ કર્મચારીઓએ વિરોધ કર્યો છે, કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને સેલેરી સ્લીપ આપવામાં ન આવતા વિરોધ વ્યક્ત કર્યો છે અને છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીઓ દ્વારા વિરોધ થતો હોય, કંપની દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આજે લાલ બંગલા સર્કલ ખાતે મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ એકઠા થયા અને કોન્ટ્રાક્ટર તેમજ પાવર લાઈન કંપની વિરુદ્ધ સૂત્રચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application