સ્માર્ટ સિટી એરિયા પાસેના રૈયા વિસ્તારમાં શ્રમિક બસેરા બનશે સમગ્ર વિસ્તાર સ્લમ સિટી એરિયા બની જશે તેમ કહીં આ વિસ્તારની સોસાયટીઓના રહીશોએ પ્રોજેકટ સામે લેખિત વિરોધ કર્યેા છે, દરમિયાન આજે ખુલતી કચેરીએ મહાપાલિકામાં પોશ વિસ્તારની સોસાયટીના ભદ્ર પરિવારોના ૨૦૦થી વધુ રહીશોનું ટોળું ધસી આવ્યું હતું. આ મામલે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનને આવેદનપત્ર પાઠવી વિરોધ વ્યકત કરતા મૂળ રાય સરકારના પ્રોજેકટ એવા શ્રમિક બસેરાનું કામ અટકાવવા ચેરમેનએ આદેશ કર્યેા હતો.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરને પાઠવેલા આવેદનપત્રમાં સ્માર્ટ સિટી એરિયા નજીક આવેલા દ્રારકેશ પાર્ક સોસાયટી શેરી નં.૧થી ૮ અને પ્રભુ રેસિડેન્સી સહિતની રૈયા રોડ વિસ્તારની સોસાયટીઓના રહીશોએ જણાવ્યું છે કે તેમના રહેણાંક વિસ્તાર દ્રારકેશ પાર્ક નજીકમાં કોર્પેારેશનના લે–આઉટ મુજબ આરોગ્ય કેન્દ્ર અથવા આંગણવાડી બનાવવાની જોગવાઇ છે પરંતુ આમ થવાને બદલે ત્યાં હેતુફેર કરી દ્રારકેશ પાર્ક નજીક શ્રમિક બસેરા બનાવવા માટેનું કામ ચાલુ કરવામાં આવેલ છે તેવું ધ્યાન પર આવેલ છે. આ બાબતે જણાવવાનું કે રહેણાંક વિસ્તાર પોશ વિસ્તાર છે ત્યાં શિક્ષિત અને શાંતિપ્રિય લોકો ઉંચી કિંમતે મકાન ખરીદી રહે છે તેમજ સોસાયટીના રહીશો માટે અવર જવરનો આ સામાન્ય રસ્તો હોય આ વિસ્તારમાં જો શ્રમિક બસેરા બને તો અમોને અગવડતા ઉભી થવા કે રહેવા માટે મુશ્કેલી પડે તેમ છે. વળી આ વિસ્તારને સ્માર્ટ સીટી અંતર્ગત પણ લેવામાં આવેલ છે તેવું પણ જાણવા મળેલ છે એવા સંજોગોમાં આ વિસ્તારમાં શ્રમિક બસેરા બનાવવું પણ યોગ્ય જણાતું નથી. જેથી આ સાથે અમો દ્રારકેશ પાર્ક સોસાયટી ના રહીશો શ્રમિક બસેરાના બાંધકામ માટે વિરોધ પ્રદર્શિત કરીએ છીએ તેમજ શ્રમિક બસેરા માટે અન્યત્ર જગ્યા ફાળવી અને આ વિસ્તારમાં શ્રમિક બસેરા ન બનાવવા માટે આગ્રહ પૂર્વક વિનંતી છે. અગાઉ આ મામલે વિરોધ પ્રદર્શિત કરી લેખિત રજુઆત ઇનવર્ડ કરાવી છે છતાં તાજેતરમાં ફરી કામ શ થયું છે તેમ આવેદનપત્રમાં અંતમાં જણાવ્યું હતું.દરમિયાન સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ ઉપરોકત રજુઆત સાંભળીને યોગ્ય કરવા ખાતરી આપી હતી એટલું જ નહીં રૈયા ટીપી સ્કીમના ઉપરોકત પ્લોટમાં શ્રમિક બસેરાનું કામ તત્કાલ અટકાવવા અધિકારીઓને આદેશ કર્યેા હતો
ટીપીઓને મળવા કલાક રાહ જોઇ પણ આવ્યા નહીં
રાજકોટ મહાપાલિકા કચેરી સવારે ૧૦ કલાકે ખુલ્યા બાદ ૧૧ વાગ્યે શ્રમિક બસેરાના વિરોધમાં રજુઆત કરવા માટે આવેલા ૨૦૦ જેટલા લતાવાસી ભાઇઓ–બહેનોનું ટોળું આવ્યું હતું. પદાધિકારીઓમાં સ્ટેન્ડિંગ ચેરમેનને રજુઆત કર્યા બાદ અધિકારીને પણ રજૂઆત કરીએ તેવું નક્કી કરીને ઇન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ. પંડાને મળવા ગયા હતા પરંતુ રાબેતા મુજબ ટીપીઓ કચેરીમાં હાજર ન હતા. એકાદ કલાક સુધી રાહ જોવા છતાં ટીપીઓ નહીં આવતા અંતે લતાવાસીઓ જીએડી બ્રાન્ચમાં આવેદન ઇનવર્ડ કરાવી રવાના થયા હતા. લતાવાસીઓ પાસે વર્તમાન ઇન્ચાર્જ ટીપીઓનો મોબાઇલ નંબર પણ ન હતો, અમુક પાસે પૂર્વ ટીપીઓનો જુનો સત્તાવાર મોબાઇલ નંબર હતો જે અિકાંડ પછીથી બધં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech