અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત, શું હવે ભારતીય સોફ્ટવેર એન્જિનિયરો નોકરી ગુમાવશે?

  • November 06, 2024 04:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકાના 47 માં રાષ્ટ્રપતિ બનશે. ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ હવે મોટો પ્રશ્ન એ છે કે સમગ્ર વિશ્વમાં શું બદલાવ આવશે? વિશ્વની અર્થવ્યવસ્થા પર તેની શું અસર થશે? આટલું જ નહીં, શું આનાથી ભારતમાં આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં નોકરીઓનું નુકસાન થશે? ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી ભારતીયો પર કેવી અસર પડશે તે જાણવા માટે તેમના પાછલા કાર્યકાળ દરમિયાનના તેમના કામને જોવું પડશે. તેમજ આ વખતે તેમના ચૂંટણી પ્રચારના મુદ્દાઓ પણ સમજવા પડશે.


ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી, H-1B વિઝા અને નોકરીઓ

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઈમિગ્રેશન નીતિ અંગે ખૂબ જ અવાજ ઉઠાવ્યો હતો. તેણે સ્પષ્ટ કર્યું છે કે તે H-1B વિઝા પ્રોગ્રામને મર્યાદિત કરશે. ભારતીયોને સૌથી વધુ નુકસાન થવાનું છે કારણ કે જો આ પોલિસીમાં ફેરફાર થશે તો વિઝા રિજેક્શનથી લઈને પ્રોસેસિંગ ફીમાં વધારો થશે. જ્યારે H-1B વિઝા પર કામ કરવા જતા લોકોને પણ વધુ વેતન મોંઘવારીનો સામનો કરવો પડી શકે છે.


ભારતીય આઇટી પ્રોફેશનલ્સ અમેરિકામાં કામ કરવા માટે આ વિઝા પર આધાર રાખે છે. ભારતીય આઈટી કંપનીઓ પણ આનો ફાયદો ઉઠાવે છે. ટ્રમ્પની ઈમિગ્રેશન પોલિસી ભારતીય આઈટી કંપનીઓથી લઈને આઈટી પ્રોફેશનલ્સ સુધી દરેકને અસર કરશે. એક રિપોર્ટ અનુસાર છેલ્લી વખત ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર ‘બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકન’ પસાર કર્યો હતો. આ વખતે પણ તેમના ચૂંટણી પ્રચારમાં આ મુદ્દા પર સતત ભાર મૂકવામાં આવ્યો છે. તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ H-1B વિઝા મેળવવામાં મુશ્કેલીઓ વધી હતી. આ જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે કંપનીઓ પર H-1B વિઝાની અસર મર્યાદિત થઈ શકે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે કોર્પોરેટ ટેક્સ ઘટાડવાનો સંકેત આપ્યો છે. તે 21 ટકાથી ઘટીને 15 ટકા થઈ શકે છે. અમેરિકન કંપનીઓના ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે તેઓ બહારના લોકોને નોકરી પર રાખી શકે છે.


ભારત માટે H-1B વિઝા કેટલા મહત્વપૂર્ણ છે?

વર્ષ 2022માં અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવેલા H-1B વિઝામાંથી 72 ટકાથી વધુ માત્ર ભારતીયોને જ આપવામાં આવ્યા હતા. H-1B વિઝા ભારતીયોને તેમની ગ્રેજ્યુએશન ડિગ્રી પૂર્ણ કર્યા પછી પણ અમેરિકામાં કામ કરવાની મંજૂરી આપે છે. આટલું જ નહીં, આ વિઝા સાથે એકથી વધુ અમેરિકન એમ્પ્લોયર સાથે કામ પણ કરી શકાશે. તમને તમારા પરિવારને અમેરિકા સાથે લઈ જવાની સ્વતંત્રતા મળે છે, અને પરિવારના સભ્યો પણ ત્યાં નોકરી લઈ શકે છે.


લાંબા સમય સુધી H-1B વિઝા પર કામ કર્યા પછી, લોકોને અમેરિકાની કાયમી નાગરિકતા મેળવવાની તક પણ મળે છે. જો કે, હવે દર વર્ષે તેની એક નિશ્ચિત મર્યાદા છે અને તેના કારણે ભારતીયોને H-1B વિઝા દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાની રાહનો સમય લાંબો થઈ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application