અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. તેમના પ્રતિસ્પર્ધી ભારતીય–અમેરિકન નિક્કી હેલી, જેઓ રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્ર્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવી રહ્યા હતા, તેમણે તેમને સ્પર્ધા આપી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડો હતો. આ નિરાશાજનક પરિણામ પછી નિક્કી હેલીએ કહ્યું છે કે તે હજુ હાર નહીં માને.પ્રાથમિક ચૂંટણી જીતીને રાષ્ટ્ર્રપતિ ટ્રમ્પનો આગામી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાનો દાવો મજબૂત બન્યો છે.આ જીત સાથે ટ્રમ્પ હવે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્ર્રપતિની ચૂંટણીમાં જો બિડેનને ટક્કર આપી શકે છે. આ હાર બાદ પણ નિક્કી હેલી હજુ પણ નિરાશ નથી. હેલીએ કહ્યું છે કે આ લડાઈ હજુ પૂરી થઈ નથી. ન્યૂ હેમ્પશાયરની ચૂંટણીમાં ૭૫ ટકા મતોની ગણતરી થઈ ગઈ છે. ટ્રમ્પને ૫૫ ટકા વોટ મળ્યા યારે નિક્કી હેલીને માત્ર ૪૩ ટકા વોટ મળ્યા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે નિક્કી હેલીએ અપેક્ષા કરતાં વધુ સાં પ્રદર્શન કયુ છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પ સામે તે એકમાત્ર ઉમેદવાર છે.આયોવા કોકસ પછી ન્યૂ હેમ્પશાયર પ્રાથમિક ચૂંટણીમાં વિજયની નજીક આવીને, ટ્રમ્પે નવેમ્બરમાં પ્રમુખપદની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાનો તેમનો દાવો મજબૂત કર્યેા છે. ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના એકમાત્ર એવા ઉમેદવાર છે જેમણે ન્યૂ હેમ્પશાયરની પ્રાથમિક ચૂંટણી ત્રણ વખત જીતી છે.ભૂતપૂર્વ રિપબ્લિકન રાષ્ટ્ર્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ જણાવ્યું હતું કે, ' ટ્રમ્પ માટે આ નિર્ણાયક વિજય છે.'તેમણે કહ્યું કે આ રેસ દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર હેલી માટે ટ્રમ્પના સમર્થનને વેગ આપશે.ટ્રમ્પના ચૂંટણી પ્રચારના આયોજકોએ એક નિવેદન જારી કરીને હેલીને રેસમાંથી ખસી જવા જણાવ્યું છે. ટ્રમ્પની જીતને કારણે રાષ્ટ્ર્રપતિ જો બિડેન તણાવમાં આવી ગયા છે. હવે તેમને ચૂંટણીમાં જોરદાર ટક્કરનો સામનો કરવો પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech