માંડ બચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ: મોન્ટાનામાં પ્લેનનું કરવું પડું ઇમરજન્સી લેન્ડિંગ

  • August 10, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન ખરાબ થઈ ગયું હતું, જેના કારણે તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જોકે, રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ સહેજ જ બચ્યા હતા. આ ઘટના ત્યારે બની યારે ટ્રમ્પ એક રેલી માટે મોન્ટાના જઈ રહ્યા હતા.
એરપોર્ટના ટેકિનકલ સ્ટાફના જણાવ્યા અનુસાર ટ્રમ્પના પ્લેનમાં ટેકનિકલ સમસ્યા હતી, જેના કારણે તેમના પ્લેનને મોન્ટાનામાં રોકી પર્વતની બીજી બાજુના એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. બિલિંગ્સ લોગાન ઇન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી જેની મોકેલે જણાવ્યું હતું કે ટ્રમ્પનું વિમાન મોન્ટાનાના બોઝેમેન તરફ જતું હતું.
અમેરિકામાં આ વર્ષે ૫ નવેમ્બરે રાષ્ટ્ર્રપતિની ચૂંટણી યોજાવાની છે. રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટી તરફથી કમલા હેરિસ ચૂંટણીમાં આમને–સામને છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં બંને નેતાઓ વચ્ચે જોરદાર ટક્કર થશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને એક રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હત્પમલો થયો હતો. ટ્રમ્પ પેન્સિલવેનિયામાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે હત્પમલાખોરે તેમના પર અનેક રાઉન્ડ ફાયરિંગ કયુ હતું. ગોળીબારમાં પૂર્વ રાષ્ટ્ર્રપતિ ઘાયલ થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application