રસ્તે રઝળતા કૂતરાને લઈને મહાનગરપાલિકાની કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટી હોલની બહાર બેસી જતાં ભારે હોબાળો થયો
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૪ ના કોંગી- કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આજે નવતર પ્રકારનો વિરોધ કર્યો હતો. રસ્તે રઝળતા કુતરાના ત્રાસના મામલે આજે મહાનગરપાલિકાની કચેરીમાં કૂતરાઓ સાથે લઈને સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણાંપર બેસી જતાં ભારે કુતુહલ પ્રસર્યું હતું. અને યોગ્ય વ્યવસ્થા કરવાની સાથે નવતર પ્રકારે વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને કૂતરાઓને પણ તકલીફ ન પડે તેવી રીતે તેની વ્યવસ્થા કરાય તેવી માંગણી કરવામાં આવી હતી, આજે મહાનગરપાલિકાનું બજેટ સ્ટેન્ડીંગ કમીટીમાં રજૂ થવાનું હતુ એ પૂર્વે આ ધાધલ ધમાલ થતાં પોલીસે નગરસેવિકા રચના નંદાણીયાની અટક કરી હતી.
આજે સ્ટેન્ડિંગ કમીટીં હોલમાં આજે બજેટ બેઠક મળે તે પહેલાં કમિટી હોલની બહાર આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યાં સુધી પોતાને માંગણી નો યોગ્ય ઉકેલ કરવાની ખાતરી નહીં અપાય, ત્યાં સુધી દરવાજા પરથી નહીં ઊઠવા જીદ પકડી હતી, જેથી મહાનગરપાલિકાના વર્તુળમાં ભારે દોડધામ થઈ હતી.
અત્રે નોંધનીય છે કે, જામનગર શહેરમાં કુતરાઓના ત્રાસે ચરમસીમા વટાવી દીધી છે અને તેના પડઘા આજે બજેટ રજૂ કરતા પૂર્વે સાંભળવા મળ્યા છે ત્યારે જરુરી છે કે તાત્કાલીક કુતરાઓના ત્રાસ સામે કામગીરી કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech