વૃક્ષોની ડાળીઓ અને ઝાડ–પાંદડાનો કચરો ઉપાડતા નથી: વોર્ડ–૧૭માં ૪૦ ફરિયાદ રજૂ

  • August 12, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આજે વોર્ડ નં.૧૭માં યોજાયેલા લોક દરબારમાં વિવિધ ફરિયાદો રજૂ થઈ હતી જેમાં મુખ્યત્વે હાલ ચોમાસાની ઋતુમાં જાહેર માર્ગેા ઉપરના તેમજ ટ્રાફિક સર્કલની અંદરના વૃક્ષોનું સ્વિમિંગ કરવામાં આવતું નથી તેમજ શહેરીજનોએ પોતાના ઘર આંગણે રોપેલા વૃક્ષોની ડાળીઓ અને ઝાડના પાંદડાઓનું જાતે ટ્રીમિંગ કરીને શેરી કે રસ્તા ઉપર તેનો કચરો ફેંકવામાં આવે તો સફાઈ કામદારો કે ટીપરવાનચાલકો તે પ્રકારનો કચરો લઈ જતા નથી તેવી વ્યાપક ફરિયાદો આવી હતી.

વોર્ડ નં.૧૭માં યોજાયેલ મેયર તમારા દ્રારે લોક દરબારમાં વોર્ડ નં.૧૭ના નાગરિકો દ્રારા સહકારનગર મેઈન રોડ પર સાઈન બોર્ડ લગાવવા બાબત, કોઠારીયાથી લોઠડા જી.આઈ.ડી.સી. સુધી સીટી બસનો ટ લંબાવવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે ડીમોલિશન કરી ટ્રાફિક સમસ્યા હળવી કરવા બાબત, કોઠારીયા ચોકડી ખાતે આવેલ પૂલનું સમારકામ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર તથા સિંદૂરીયા ખાણ પાસે નિયમિત સફાઈ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર નિયમિત ફોગિંગ કરવા બાબત, સહકાર મેઈન રોડ પર આવેલ ખાલી પ્લોટમાં ગાર્ડન બનાવવા બાબત, ન્યુ મેઘાણી શેરી નં.૬માં સફાઈ નિયમિત કરવા બાબત, હસનવાડીમાં સોમવાર અને ગુવારે ભરાતી બજારના લીધે ટ્રાફિક અને ગંદકીનું સામનો કરવો પડે છે, સહકારનગર–૩માં વૃક્ષ કાપેલી ડાળીઓ ભરી જવા, અનિયમિત પાણી આવે છે, પાણીનો ફોર્સ ઓછો આવે છે, હરિધવા રોડ પર આવેલ વિસ્તારમાં સફાઈ કામદારની સંખ્યા વધારવા બાબત, વાલકેશ્વર શેરી નં.૮માં પીવાના પાણીમાં ગંદુ પાણી આવે છે, બાબત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુ થઇ હતી

છેલ્લો દિવસ: કાલે વોર્ડ નં.૧૮માં લોકદરબાર સાથે પૂર્ણાહુતિ
આવતીકાલે તા.૧૩–૮–૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન વોર્ડ નં.૧૮માં વોર્ડ ઓફીસ, વોર્ડ નં.૧૮–બ, ૪–ખોડલધામ સોસાયટી, સ્વાતિ પાર્ક, ૮૦ ફટ રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્રારે લોક દરબાર કાર્યક્રમ યોજાશે. વોર્ડ નં.૧૮માં આવતીકાલે લોક દરબાર યોજાવાની સાથે લોક દરબાર કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application