ખરાબ નજરથી બચવા માટે મોટાભાગના લોકો કાજલ લગાવે છે. ભારતીય ઘરોમાં બાળકના જન્મના પાંચમા કે છઠ્ઠા દિવસે બાળકોની આંખો પર કાજલ લગાવવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે. ઘણીવાર જોવા મળે છે કે નાના બાળકોની આંખોમાં કાજલ લગાવવામાં આવે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે તેનાથી બાળકોની આંખો મોટી થાય છે, પરંતુ શું આ ખરેખર સાચું છે?
ભારતીય ઘરોમાં દાદી અને માતા બાળકોની આંખો પર કાજલ લગાવે છે અને તે આંખો માટે ફાયદાકારક માનવામાં આવે છે. જો કે આ અંગે ડોક્ટરનો મત આ બાબતે જુદો છે.
નિષ્ણાતો શું કહે છે
આપણી આંખોના ઉપરના ભાગમાં એક લૅક્રિમલ ગ્રંથિ છે જે આંસુ ઉત્પન્ન કરે છે અને જ્યારે આપણે ઝબકીએ છીએ ત્યારે આંસુ કોર્નિયામાં ફેલાય છે અને 'ટીયર ડક્ટ્સ' (જે આંખોના ખૂણામાં હોય છે)માંથી પસાર થાય છે. આંસુ આપણી આંખોને શુષ્કતા, ગંદકી, ધૂળ વગેરેથી બચાવીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બાળરોગ નિષ્ણાંત કહે છે કે કાજલ લગાવવાથી આંસુની નળીમાં અવરોધ આવી શકે છે.
આંખના ચેપનો ભય
કાજલ ખૂબ જ ચીકણું હોય છે અને તેના કારણે જ્યારે કાજલ આંખોમાં લગાવવામાં આવે છે, ત્યારે તેના પર ધૂળ અને ગંદકી ચોંટી જાય છે. જેના કારણે આંખોમાં ઈન્ફેક્શન થઈ શકે છે અને તેના કારણે આંખોમાં ધૂળ અને ગંદકી ચોંટી જાય છે. ડોક્ટર કહે છે કે કાજલ લગાવવાથી બાળકોની આંખો મોટી નથી થતી, આંખોની સાઈઝ જિનેટિક હોય છે.
આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ
નવજાત શિશુઓની આંખ અને ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, તેથી નવા જન્મેલા બાળકને કાજલ લગાવવાનું ખાસ ટાળવું જોઈએ. કારણકે તેમાં રહેલા રસાયણોને કારણે આંખમાં ચેપ લાગી શકે છે. આ સિવાય નવા જન્મેલા બાળકની ત્વચા પર કોઈપણ પ્રકારની બિનજરૂરી બ્યુટી પ્રોડક્ટ્સ પણ ન લગાવવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech