કેન્સર સામે જન જાગૃતિ જંગ: રાજકોટમાં કાલે તબીબો યોજશે વોકેથોન

  • March 08, 2025 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે વિશ્વમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ખાસ કરીને રાજ્યમાં પુરૂષોની તુલનાએ મહિલાઓમાં કેન્સરના પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે ત્યારે કેન્સરના રોગ સામે જનજાગૃતિ ખૂબ જ આવશ્યક છે.


રાજકોટ ઓબસ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલીજી સોસાયટી અને મેનોપોઝ સોસાયટી દ્વારા વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે તમામ મહિલાઓમાં સ્તન કેન્સર અને ખાસ કરીને સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતિ આવે તેવા હેતુથી તા.9ને રવિવારના રોજ રેસકોર્સ ખાતે કલ્પના ચાવલા ગાર્ડન ખાતેથી સવારે 6.15 કલાકે વોકેથોનનું આયોજન કરાયું છે જેમાં અંદાજે 100થી વધુ ગાયનેકોલોજિસ્ટ અને મેનોપોઝ સોસાયટીના તબીબો અને સંયોજકો જોડાશે. આ જનજાગૃતિ રેલી રેસકોર્સ ફરતે યોજાશે જેમાં પ્લે કાર્ડ સાથે કેન્સર અંગે જનજાગૃતિ માટેના સંદેશ આપવામાં આવશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા રાજકોટ ઓબસ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલીજી સોસાયટી અને મેનોપોઝ સોસાયટીના હોદેદારો અને સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. આ વોકેથોનમાં રાજકોટના વધુને વધુ મહિલાઓને જોડાવા બન્ને સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વના અને ખાસ કરીને દેશમાં કેન્સરના દર્દીઓના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જો કે કેન્સર જેવી બીમારીમાં જો સમયસર નિદાન કરવામાં આવે તો કેન્સર મટી પણ શકે છે. ખાસ કરીને આજના સમયમાં પુરુષોની તુલનાએ મહિલાઓમાં કેન્સર વધુ જોવા મળી રહ્યું છે જેમાં સર્વાઈકલ કેન્સર અને સ્તન કેન્સર મુખ્ય છે. આજના તબીબી વિજ્ઞાને સર્વાઈકલ કેન્સરને દવાની મદદથી અટકાવી શકાય તેવી સારવાર પદ્ધતિ પણ વિકસાવી છે. જો કે, મોટાભાગના કેન્સરના દર્દીઓના કિસ્સામાં નિદાનમાં મોડું થવાથી દર્દીઓને મુશ્કેલીભરી સ્થિતિનો સામનો કરવો પડતો હોવાના કિસ્સા પણ જોવા મળી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application