જૂનાગઢ સિવિલ–મેડિકલ કોલેજનો એકસ–રે કાઢતી ફાઇન્ડ સંસ્થાના તબીબો, એન્જિનિયરિંગ ટીમ

  • September 03, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇન્ફેકશન કંટ્રોલ કમિટીની કામગીરી અંતર્ગત જૂનાગઢમાં સેન્ટ્રલ ટીબી ડિવિઝન હેઠળ કાર્યરત ફાઇન્ડ સંસ્થાના તબીબો અને એન્જિનિયરિંગની મેડિકલ ટીમ દ્રારા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી.ઇન્ફેકશન ટાળવા, દર્દીઓને અપાતી  સારવાર વધુ સુદ્રઢ બનાવવા વિવિધ વિભાગોમાં નસિગ કર્મીઓ દ્રારા અપાતી સારવાર અને રજીસ્ટરની ચકાસણી, દર્દીઓ અને તેના પરિવારજનોને સારવાર અંગે પૂછપરછ કરવામાં આવી હતી.
જૂનાગઢમાં નવ માળની અધ્યતન સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના વિવિધ જિલ્લ ાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે.દર્દીઓ અને નસિગ કર્મીઓ દ્રારા થતી કામગીરી તથા ઇન્ફેકશન કંટ્રોલ કમિટી કામગીરી અંગે માહિતી મેળવવા કેન્દ્રીય ટીબી કંટ્રોલ કમિટીના માર્ગદર્શન હેઠળ કાર્યરત  ફાઇન્ડ સંસ્થાના દિલ્હી અને  મુંબઈ સ્થિત ડો.દિપક, ડો. યાદવ સહિતની નિષ્ણાતં તબીબોની ટીમ દ્રારા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કયુ હતું. તબીબો અને આર્કિટેકચર એન્જિનિયરિંગની ટીમોએ સિવિલ હોસ્પિટલમાં ઓપીડીના કેસ રજીસ્ટ્રેશન, રેડિયોલોજી, ફિઝિશિયન, ટીબી અને એકસ–રે વિભાગ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત લિટ, આઉટડોર, ઇનડોર વિભાગ ઈમરજન્સીના કેસમાં દર્દીઓને લઈ જવા સહિતની બાબતો અંગે નિરીક્ષણ કયુ હતું. મુલાકાત દરમિયાન ટીબી અધિકારી ડો.ચંદ્રેશ વ્યાસ, આરએમઓ યાદવ સહિતનાએ સિવિલની કામગીરી અંગે અધિકારીઓને માહિતગાર કર્યા હતા.સિવિલ હોસ્પિટલમા દાખલ દર્દીઓના પરિવારજનોને પણ  સારવાર અને સફાઈ સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી. આ ઉપરાંત દર્દીઓના બેડ, વોર્ડમ, સ્ટાફ દ્રારા અપાતી સારવાર સહિતની માહિતી મેળવવામાં આવી હતી. ટીમ દ્રારા સફાઈ, સલામતી , અને દર્દીઓની  દવા સહિતની વિગતો સાથેની માહિતી મેળવવામાં હતી.દિવ્યાંગો અને ઇમરજન્સીના કેસમાં દર્દીઓની અવરજવર માટે વિશેષ વ્યવસ્થા સહિતની બાબતોની પણ નોંધ લીધી હતી.સિવિલ હોસ્પિટલના નિરીક્ષણ બાદ મેડિકલ કોલેજના પણ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કયુ હતું.તેમજ આગામી દિવસોમાં કર્મીઓની ટીમ દ્રારા વોર્ડમાં દર્દીઓની સારવાર વ્યવસ્થા વધારવા, મેડિકલ સાધનોમાં વધારો તથા દર્દીઓને વધુને વધુ સારી સારવાર મળે તે માટે સૂચનો દર્શાવતો રિપોર્ટ રજૂ કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application