શું તમારે ભૂતકાળમાં જવું છે? તો આ દેશની મુલાકાત લો

  • June 07, 2024 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​દુનિયામાં ઘણા એવા દેશ છે જે પોતાની વિશિષ્ટતા માટે જાણીતા છે. ક્યાંક પ્રાકૃતિક સૌંદર્ય તો ક્યાંક દેશ પોતાની વિશિષ્ટતા માટે પણ જાણીતો છે. એવા જ એક અનોખો દેશ છે જે બીજા બધાથી 7 વર્ષ પાછળ રહે છે. આ દેશમાં ટાઇમ ટ્રાવેલિંગ જેવી અનુભૂતિ થશે.


આ દેશ સાત વર્ષ પાછળ ચાલે છે


કહેવાય છે કે સમય ઝડપથી પસાર થાય છે, પરંતુ શું એવા દેશ વિશે જાણો છો જ્યાં સમય અન્ય દેશોથી ઘણો પાછળ છે.  વાત છે ઇથોપિયાની. આ એક એવો દેશ છે જે અન્ય દેશોથી 7 વર્ષ પાછળ છે. આ દેશમાં 12 નહીં 13 મહિના છે. અહીંનું કેલેન્ડર બાકીના વિશ્વ કરતાં 7 વર્ષ અને 3 મહિના પાછળ છે.


અહીંના લોકો છેલ્લા મહિનાને પૈગમ કહે છે. જેમાં 5 કે 6 દિવસ હોય છે. આ મહિનો એ દિવસોને યાદ કરવા માટે ઉમેરવામાં આવ્યો છે. જે અમુક કારણોસર વર્ષની ગણતરીમાં આવતા નથી.


ઈથોપિયાની વાત કરીએ તો તેના અલગ કેલેન્ડરના કારણે અહીંના લોકોએ 11 સપ્ટેમ્બર 2007ના રોજ નવી સદીની ઉજવણી કરી હતી. આ કેલેન્ડર 525 એડી માં રોમન ચર્ચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.


આજે પણ આ દેશ તેના પ્રાચીન કેલેન્ડરનો ઉપયોગ કરી રહ્યો છે. જે પ્રવાસીઓને ભાગ્યે જ કોઈ અસુવિધાનું કારણ બને છે. જો કે  દેશના મોટાભાગના લોકો ગ્રેગોરિયન કેલેન્ડરને પણ અનુસરે છે અને ઘણી જગ્યાએ બંને કેલેન્ડરને રાખવામાં આવે છે.


આ દેશમાં માણસો ક્યારથી રહે છે?


ઇથોપિયા એ એવા દેશોમાંનો એક છે જે તેની પોતાની કેલેન્ડર સિસ્ટમનો ઉપયોગ કરે છે. દેશમાં મહત્વની રજાઓ એવા દિવસોમાં ઉજવવામાં આવે છે જે બાકીના વિશ્વ કરતાં અલગ હોય છે. અહીંનો અફાર પ્રદેશ પુરાતત્વીય શોધમાં સૌથી જૂનો હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે અહીંથી માનવ વસવાટ શરૂ થયો હતો. આ જગ્યાએ 3.2 મિલિયન વર્ષ જૂનું હોમિનિડ હાડપિંજર પણ મળી આવ્યું હતું.


આ દેશના લોકોના મતે એમનો દેશ ક્યારેય કોઈના નિયંત્રણ હેઠળ નથી આવ્યો. કહેવાય છે કે ઈટાલિયનોએ 1935માં તેને પોતાની કોલોની બનાવી હતી અને 6 વર્ષ સુધી સેના સાથે દેશ પર શાસન કર્યું હતું. જો કે ઇથોપિયન સેનાએ આ નિયમનો વિરોધ કર્યો અને તેમના દેશને આઝાદ કર્યો. કેટલાક સ્થાનિક લોકો કહે છે કે અમે ત્યાં સુધી રાહ જોઈ જ્યાં સુધી તેઓ અમારા માટે ઈમારતો અને રેલ્વે ન બનાવે અને પછી તેમને અમારા દેશમાંથી કાઢી મુક્યા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application