ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ લગભગ 15 મહિના પહેલા મે 2023માં 2000 રૂપિયાની નોટ (2000 Rupees Note) બંધ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ લાખો પ્રયાસો છતાં 2000 રૂપિયાની તમામ નોટો RBIને પરત મળી નથી. રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર મે 2023માં 3.56 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની 2000 રૂપિયાની નોટો ચલણમાં હતી. તેમાંથી અંદાજે 7261 કરોડ રૂપિયાના મૂલ્યની બેન્ક નોટો હજુ પણ પરત આવી નથી. દર મહિને આ આંકડો ઘટી રહ્યો છે. જૂલાઈના અંત સુધીમાં બજારમાં 7409 કરોડ રૂપિયાની નોટો પરત આવી હતી. હજુમાં પણ આરબીઆઈ આ ચલણી નોટો બદલવાની સુવિધા આપી રહી છે.
RBIએ સોમવારે 2000 રૂપિયાની નોટોની સ્થિતિ જાહેર કરી છે. જે દર્શાવે છે કે અત્યાર સુધીમાં 97.96 ટકા નોટો પરત આવી છે. મે 2023માં 2,000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ જાહેરાત કરી હતી કે તેમને ક્લીન નોટ પોલિસી હેઠળ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવી રહી છે. RBIએ કહ્યું કે 2000 રૂપિયાની બેન્ક નોટ જમા કરાવવા અથવા બદલવાની સુવિધા 07 ઓક્ટોબર, 2023 સુધી દેશની તમામ બેન્ક શાખાઓમાં ઉપલબ્ધ હતી. 19 મે, 2023થી આ નોટો રિઝર્વ બેન્કની 19 ઈસ્યુ ઓફિસમાંથી બદલી શકાશે. હજુ પણ તમે કોઈપણ ખચકાટ વિના આમાંથી કોઈપણ ઓફિસમાં જઈને તમારી 2000 રૂપિયાની નોટ બદલી શકો છો.
રિઝર્વ બેન્કે કહ્યું કે વ્યક્તિઓ અથવા સંસ્થાઓને પણ આ નોટોના બદલામાં તેમના બેન્ક ખાતામાં પૈસા જમા કરાવવાની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય લોકો દેશની કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી ઈન્ડિયા પોસ્ટ દ્વારા આરબીઆઈને 2000 રૂપિયાની નોટ મોકલી રહ્યા છે. 2000 રૂપિયાની નોટો બંધ કરવાના નિર્ણય બાદ હવે માત્ર 2.04 ટકા જ બેન્ક નોટ પરત આવવાની બાકી છે. આરબીઆઈએ કહ્યું કે 2000 રૂપિયાનું લીગલ ટેન્ડર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech