BREAKING NEWS

નો એડેડ સુગર વાંચીનેફ્રુટ જયુસ ખરીદી લો છો? કંપનીઓ ગેરમાર્ગે દોરે છે: એફએસએસએઆઈ

  • June 20, 2026 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ફડ સેટી એન્ડ સ્ટાન્ડડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ ફડ પ્રોડકટ પેકેજિંગ પર કરવામાં આવેલા ગેરમાર્ગે દોરનારા દાવાઓ સામે કડક વલણ અપનાવ્યું છે. બ્રાન્ડિંગ, લેબલિંગ અને પ્રોડકટ દાવાઓમાં કથિત અનિયમિતતાઓના જવાબો માંગવા માટે ઓથોરિટીએ ઘણા ફડ બિઝનેસ ઓપરેટરોને નોટિસ ફટકારી છે. કંપનીઓને જરી સુધારાત્મક પગલાં લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.એફએસએસએઆઈ એ પ્લક મેંગો ફ્રટ યુસની જાહેરાત અને લેબલિંગ સામે વાંધો ઉઠાવ્યો છે. ઉત્પાદનમાં કોઈ એડેડ સુગરનો દાવો નથી, યારે તેના ઘટકોમાં ૫૧% કેરીનો પલ્પ અને ૪૯% શેરડીનો રસ હોવાનો ઉલ્લેખ છે. આ ઉત્પાદનમાં ખાંડની માત્રા અંગે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે.
એફએસએસએઆઈ એ નેચરલ પનીર નામથી વેચાતા ઉત્પાદન અંગે પણ નોટિસ જારી કરી છે. ઓથોરિટીના
જણાવ્યા અનુસાર, ઉત્પાદનના નામે નેચરલ શબ્દનો ઉપયોગ નિયમો સાથે અસંગત છે. તે એક સંયુકત ખોરાક હોવાથી, કુદરતી શબ્દનો ઉપયોગ ગ્રાહકોને ગેરમાર્ગે દોરી શકે છે.
એફએસએસએઆઈ એ ટોફુ ઉત્પાદનો વિશે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. આ ઉત્પાદન ૧૦૦ ટકા શાકાહારી, વિટામિનથી સમૃદ્ધ અને કેન્સર વિરોધી ગુણધર્મેા ધરાવતા હોવાના દાવા કરે છે. નિયમનકાર જણાવે છે કે વિટામિનનું પ્રમાણ સ્પષ્ટ્ર નથી, યારે કેન્સર વિરોધી દાવો રોગ સંબંધિત દાવો છે, જેની મંજૂરી નથી. એફએસએસએઆઈ એ માસ્ટરચો ફડસ પ્રાઇવેટ લિમિટેડના રામેન નૂડલ્સ પર કરવામાં આવેલા ૧૦૦ ટકા કુદરતી અને તાજા બનાવેલા લખાણવાળા દાવાઓને પણ ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. ફેરેરો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના કિન્ડર જોય કોટેડ વેફર બિસ્કિટ વિથ કોકો સ્પ્રેડસ ઉત્પાદનને પણ નોટિસ મોકલવામાં આવી છે. ઉત્પાદન દૂધના ઘન પદાર્થેાથી સમૃદ્ધ હોવાનો દાવો કરે છે.
એફએસએસએઆઈ કહે છે કે ફડ પેકેજિંગ અને જાહેરાતો પર કરવામાં આવેલા દાવા વૈજ્ઞાનિક તથ્યો અને નિયમો અનુસાર હોવા જોઈએ. ગેરમાર્ગે દોરનારા દાવાઓ ગ્રાહકોને માત્ર ખોટી માહિતી આપતા નથી પરંતુ તેમના ખરીદીના નિર્ણયોને પણ પ્રભાવિત કરે છે. લેબલિંગ અને જાહેરાતમાં ખામીઓને દૂર કરવા માટે તમામ સંબંધિત કંપનીઓને નોટિસ જારી કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application