સર્વેાચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને નેશનલ મેડિકલ કમિશનને દવા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિકલાંગ ઉમેદવારો પ્રત્યે વધુ સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવવા વિનંતી કરી છે. તેણે ૪૪% વાણી અને ભાષાની વિકલાંગતા ધરાવતા ઉમેદવારને પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો હતો, જે દર્શાવે છે કે શારિરીક ક્ષતિઓ ધરાવતી વ્યકિતઓને કઠોર નિયમોના આધારે તકો નકારી ન શકાય
જસ્ટિસ ભૂષણ આર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે તબીબી પ્રવેશને નિયંત્રિત કરતા વિકલાંગતાના કડક અને જૂના વર્ગીકરણ અંગે ચિંતા વ્યકત કરી, ભારપૂર્વક જણાવ્યું કે સત્તાવાળાઓએ આવા કેસોને વધુ સંવેદનશીલતા સાથે ધ્યાનમાં લેવા જોઈએ અને ઉમેયુ હતું કે તમારે આ મુદ્દાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બનવું જોઈએ. જો તેઓ અભ્યાસક્રમને અનુસરવા સક્ષમ હોય, તો તેઓને આ કોર્ટનો સંપર્ક કરવાની ફરજ પાડવી જોઈએ નહીં, ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર અને કે.વી. વિશ્વનાથનનો સમાવેશ કરતી બેન્ચે જણાવ્યું હતું કે સક્ષમ ઉમેદવારોને તેમના સપનાને અનુસરતા અટકાવવા માટે માત્ર કડક કટ–ઓફ માપદંડો પર આધાર રાખવો નહીં.
નોંધનીય છે કે ૪૪% વાણી અને ભાષાની વિકલાંગતા ધરાવતા ઉમેદવારને કઠોર નેશનલ મેડિકલ કમિશનના નિયમને કારણે પ્રવેશ નકારવામાં આવ્યો હતો, ઉમેદવારની અરજીના જવાબમાં યોગ્યતાનું મૂલ્યાંકન કરવા માટે સુપ્રીમ કોર્ટે મેડિકલ બોર્ડની રચના કરી હતી. કોર્ટમાં બોર્ડના અહેવાલે ઉમેદવારની કોર્સને આગળ વધારવાની ક્ષમતાની પુષ્ટ્રિ કરી છે. બેન્ચે બોર્ડના અહેવાલને રેકોર્ડ પર લીધો અને અરજદારને એમબીબીએસ પ્રોગ્રામમાં પ્રવેશની મંજૂરી આપી હતી.
બેન્ચે જણાવ્યું હતું કે અણઘડ નિયમોના આધારે વિકલાંગ ઉમેદવારોને પ્રવેશ આપવાનો ઇનકાર કરવો બંધારણીયતા અને ન્યાયીપણાની કસોટી પર ઊભો ન હોઈ શકે.આરોગ્ય અને સામાજિક ન્યાય મંત્રાલયો વચ્ચે હજુ પણ સંઘર્ષ છે.સામાજિક ન્યાય મંત્રાલય ઘણીવાર વિકલાંગ ઉમેદવારોને સમર્થન આપે છે. જયારે આરોગ્ય મંત્રાલય કડક નિયમો લાદવાનું વલણ ધરાવે છે. આથી બન્ને મંત્રાલયોએ સુમેળ સાધી યોગ્ય નિર્ણય લઈ વિકલાંગ ઉમેદવારની આગળ વધવાની તકને અવરોધવી ન જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી
April 03, 2025 01:29 PMજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech