રાજકોટ માર્કેટ યાર્ડમાં તા.૧૧થી ૧૭ સુધી દિવાળી વેકેશન જાહેર

  • November 07, 2023 12:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં તા.૧૧થી ૧૭ સુધી દિવાળીના તહેવારોની રજા કરાઇ છે, સૌરાષ્ટ્રના અન્ય યાર્ડ પણ રાજકોટ યાર્ડને અનુસરતા હોય લાભ પાંચમથી મુહૂર્તના સોદા થશે.વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે વેપારીઓ, કમિશન એજન્ટ્સ અને મજૂરોની માંગણીને અનુલક્ષીને દિવાળીના આગામી તહેવારો દરમિયાન રાજકોટના મુખ્ય બેડી યાર્ડમાં તા.૧૧થી ૧૭ નવેમ્બર સુધી રજા રહેશે. જ્યારે શાકભાજી વિભાગમાં તા.૧૩થી ૧૭, બટેટા વિભાગમાં તા. ૧૨થી ૧૫, ડુંગળી વિભાગમાં તા.૧૩થી ૧૭ અને ઘાસચારા વિભાગમાં તા.૧૨થી ૧૫ સુધી હરરાજી સહિતના કામકાજ બંધ રહેશે. મુખ્ય યાર્ડમાં તા.૧૭ને લાભ પાંચમથી મુહૂર્તના સોદા થશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application