જામનગરની બજારોમાં ધીમે ધીમે દેખાઇ રહી છે દિવાળીની ચમક: ખરીદીમાં વધારો થશે

  • November 03, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના આડે હવે લગભગ એક સપ્તાહનો સમય બાકી છે, ઉદ્યોગ સહિતના ખાનગી વ્યવસાયોમાં સામાન્ય રીતે તા. પ સુધી પગાર થઇ જતો હોય છે, ઘણાં સ્થળોએ ૧લી તારીખે પગાર અપાઇ જતો હોય છે, બોનસ વિગેરેની ચૂકવણીનો લગભગ હવે થઇ જશે ત્યારે ધીમે ધીમે જામનગરની બજારોમાં ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે, આમ તો દિપાવલીના તહેવાર અનુસાર હજુ સુધી જોઇએ એવી ખરીદી નહીં નીકળી હોવાનું વેપારીઓ કહી રહ્યા છે, જો કે પગાર થઇ ગયા પછી અને બોનસ વિગેરેની રકમ મળી ગયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં બજારોની ચમક બદલાઇ જશે અને ખાસ કરીને બર્ધન ચોક, ચાંદીબજાર, સિંધી માર્કેટ, સુપર માર્કેટ, રણજીત રોડ, ત્રણ બત્તી સહિતના વેપારી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ખરીદી થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application