આજે કાળી ચૌદશ, કાલે સ્વાતિ નક્ષત્રમાં દિવાળી પર્વ: ઉજાસનો ઉત્સાહ, આ રાશિઓને પનોતીથી મળશે રાહત

  • November 11, 2023 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્રમાં પ્રકાશના પર્વ દિવાળીની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે ગઈકાલે ધનતેરસે લક્ષ્મીજીના પૂજન સાથે ગામે ગામ મોડીરાત્રી સુધી ફટાકડા ની આતશબાજી સાથે દિવાળીના આગમનને વધામણા કરવામાં આવ્યા હતા. આજે કાળી ચૌદસ સાથે શનિવાર નો સંયોગ હોવાથી શનિ મંદિર અને બાલાજી હનુમાન ખાતે ભક્તોની લાંબી કતારો લાગી છે.કાળીચૌદશ એટલે ભગવાન પાસેથી રક્ષા મેળવવાનો દિવસ. આસો વદ તેરસને શનીવારે તા .9.11.23 બોંપોરે 1.58 વાગ્યા સુધી તેરસ તિથિ છે . ત્યારબાદ ચૌદશ તિથિનો પ્રારંભ થાય છે આમ શનિવારે બપોરથી કાળી ચૌદશ છે.

કાળી ચૌદશને રૂપચતુદર્શી, નરક ચતુદશી, વૈકુંઠચતુદશી અને કાળ ચતુદશી પણ કહેવામાં આવે છે કાળી ચૌદસના દિવસે સવારે નિત્ય કર્મ કરી તલનું તેલ શરીરે ચોપડી ત્યારબાદ સ્નાન કરવાની અભ્યગ સ્નાન કહેવાય છે આનાથી આરોગ્ય સારું રહે છે, ત્યારબાદ પિતૃતર્પણ કરી શકાય, કાળી ચૌદશના દિવસે દરેક તેલમાં મહાલક્ષ્મીનો વાસ હોય છે અને જળમાં ગંગાજીનો વાસ હોય છે . આથી તેલ ચોપડી સ્નાન કરી અને તર્પણ કરવાથી પિતૃઓના આશિવર્દિ મળે છે અને આરોગ્ય પણ સારું રહે છે.કાળી ચૌદસ તીથી ની શરૂઆત શનિવારે બપોરના 1.58 થી થશે જે રવિવારે બપોર ના 1.44 સુધી ચાલશે આથી કાળી ચૌદસના નિવેદનું મહત્વ આ રીતના રહેશે.

કાળી ચૌદશના દિવસે સુરાપુરા અને કુળદેવીને નૈવેધ ધરાવાનું પણ મહત્વ છે જે લોકોને સાંજના નૈવેદ્ય થતા હોય તેઓએ શનીવારે સાંજ ના નૈવેધ કરવા અને જે લોકોને બપોરના નૈવેદ્ય થતા હોય તેઓ એ રવીવાર ના બપોર ના નૈવેદ્ય કરવા કાળી ચૌદશના દિવસે કરેલ મંત્ર ઉપાસના જલદી સિદ્ધ થાય છે . કાળી ચૌદશના દિવસે હનુમાન ચાલીસાના 11 અથવા 21 પાઠ કરવા અને હનુમાનજી દાદાને તેલ સિંદૂર અને અડદ ચડાવવા જીવનમાં રાહત મળશે અથવા તો સુન્દરકાંડના પાઠ કરવા જોઈએ તે ઉપરાંત કાલ ભૈરવ ઉપાશના બગલામુખી ઉપાસના કરવી ઉત્તમ છે.

કાળી ચૌદસા દિવસે સાંજના સમયે ઘરમાં મંદિર પાસે યમદેવના 14 તેલના દીવા કરવા પ્રાર્થના કરવી અમારા પરિવારજનોને અને મને યમ યાતના ના મળે આમ કરવાથી યમ યાતના મળતી નથી અને રક્ષા પણ થાય છે અને આરોગ્ય પણ સારું રહે છે , મકર, કુંભ. મીન રાશીના લોકોને સાડા સાતી ચાલી રહી છે. તેમણે હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી પનોતીમાં રાહત મળશે. સ્વાતિ યુક્ત નક્ષત્રમાં રવિવારે દિવાળી ઉત્તમ છે.
આસો વદ ચૌદશને રવિવારે તા 12.11.23 ના દિવસે દિવાળી છે બપોરે 2.44 સુધી ચૌદશ તિથી છે ત્યાર બાદ અમાસ છે તથા સ્વાતિ નક્ષત્ર રાત્રે 2.50 સુધી આખો દિવસ અને રાત્રી છે આથી શુભ છે સ્વાતિ નક્ષત્ર મા ચોપડા પૂજન કરવું ,લક્ષ્મી પૂજન કરવું ઉત્તમ ગણાય છે સ્વાતિ નક્ષત્ર હોવાથી દિવાળીના દિવસે ચોપડા પૂજન આખો દિવસ અને રાત્રી મા કરવુ શુભ ગણાશે.ચોપડા પૂજનનું મહત્વ મહાલક્ષ્મીજી ના આઠ સ્વરૂપ છે. દિવાળીના ચોપડા પૂજન મા ક્લમ એટલે કે પેન ને મહાકાળીનું સ્વરૂપ ગણી પૂજા કરવામાં આવે છે.


 મા લક્ષ્મીજીનો સિક્કો ચોપડા પર રાખી પૂજન કરવામાં આવે છે. અને મહા સરસ્વતી એટલે કે ચોપડાનું પૂજન સ્વયં સરસ્વતી માતાજી તરીકે પૂજવામાં આવે છે. આમ ચોપડા પૂજન માં મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. અને છેલ્લે લક્ષ લાભ. લાભ સવાયા બોલવા મા આવે છે એટલે કે મહા લક્ષ્મીજીની કૃપાથી અમારો વ્યાપાર સવાયો થાય તેમ શાસ્ત્રી રાજદીપ ભાઈ જોષી એ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application